ખાસ-ખબર સંવાદદાતા
સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પિતરાઈ બહેન નિહારિકા કોનિડેલા અને ચૈતન્ય જોનાલગદ્દાનાં છૂટાછેડા થઈ ગયા છે. તેઓએ ગયા મહિને પરસ્પર છૂટાછેડા માટે અરજી કરી હતી અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું કહેવાય છે. તેમના છૂટાછેડાનું કારણ અજ્ઞાત હોવા છતાં, એવું માનવામાં આવે છે કે વૈચારિક મતભેદોને કારણે દંપતીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
નિહારિકા અને ચૈતન્યએ તેમના છૂટાછેડાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમના બ્રેકઅપની અફવા ત્યારે શરૂૂ થઈ જ્યારે તેમણે ઈન્સ્ટાગ્રામ પરથી તેમના લગ્નના તમામ ફોટોસ ડિલીટ કરી દીધા હતા. ચૈતન્ય નિહારિકાના ભાઈ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીની સગાઈમાં પણ જોવા મળ્યો ન હતો. નિહારિકા અને ચૈતન્યએ પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કર્યા હતા. તેઓએ ઓગસ્ટ 2020માં સગાઈ કરી અને ડિસેમ્બરમાં ભવ્ય લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા. સમગ્ર કોનિડેલા-અલ્લુ પરિવાર ઉદયપુરમાં નિહારિકાના લગ્નમાં એકસાથે જોવા મળ્યો હતો.



