સાઉથ આફ્રિકાને વનડે સિરિઝમાં હરાવ્યાં બાદ ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ડ્રેસિંગ રુમમાં જોરદાર ડાન્સ કરીને જશ્ન મનાવ્યો હતો.
વનડે સિરિઝમાં આફ્રિકાને પરાજય આપ્યાં બાદ કેપ્ટન ધવન અને બાકીના ખેલાડીઓ ખરા રંગમાં આવ્યાં હતા અને તેમણે ડ્રેસિંગ રુમમાં જઈને જોરદાર ડાન્સ કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો.
- Advertisement -
ડ્રેસિંગ રુમમાં કર્યો જોરદાર ડાન્સ
અને ડાન્સ કરવા લાગ્યા હતા. કેપ્ટન શિખર ધવન સૌથી આગળ રહ્યો હતો અને તેની આજુબાજુ ટીમ ઈન્ડીયાના બાકીના ખેલાડીઓ વીંટળાઈ ગયા હતા અને તારા બોલો તારા રા રા… ગીતની ધૂન પર ડાન્સ કરીને જીતની ઉજવણી કરવા લાગ્યા હતા. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ખેલાડી બોલો તારા રા રા રા… ગાયકો જોરશોરથી નાચી રહ્યા છે. આ વીડિયોમાં ટીમના તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબી ગાયક દલેર મહેંદીએ આ ગીત ગાયું હતું જે 1995માં રિલીઝ થયું હતું. 27 વર્ષ પછી પણ આ ગીત આજે પણ પહેલા જેવું જ લોકપ્રિય બની રહ્યું છે.
ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સામેની જીત બાદ ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ ઝૂમી ઉઠ્યા હતા
ઓગસ્ટ 2022માં ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ જ્યારે ભારતીય ટીમે યજમાન ટીમને વન ડે શ્રેણીમાં બહાર કરી દીધી હતી, ત્યારે ભારતીય ખેલાડીઓએ પણ જોરદાર ઉજવણી કરી હતી. તે દરમિયાન ભારતીય ખેલાડીઓએ ‘કાલા ચશ્મા’ પર જોરદાર ડાન્સ કર્યો હતો. ખાસ વાત એ હતી કે તે પ્રવાસમાં શિખર ધવન ટીમનો કેપ્ટન હતો અને તેણે ડાન્સ વીડિયો શેર કર્યો હતો.
ભારતે સાઉથ આફ્રિકા સામેની વનડે સિરિઝ જીતી
ભારતે આજે ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટથી પરાજય આપીને વનડે સિરિઝને 2-1થી જીતી લીધી હતી. પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની ટીમ ફક્ત 99 રન બનાવી શકી હતી જવાબમાં ભારતીય ટીમે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 105 રન ફટકારીને મેચ જીતી લીધી હતી. શુભમન ગિલે આઠ ચોગ્ગાની મદદથી 49 રનની શાનદાર ઈનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે અણનમ 28 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.