સાઉદીમાં શાહરુખ ખાને તેની ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા શહેરની તીર્થયાત્રા ઉમરાહમાં જોડાયા હતા.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે એનએ આવતા વર્ષે તેની ત્રણ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. એવામાં સાઉદીમાં શાહરુખ ખાને તેની ફિલ્મ ડંકીનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી મક્કા શહેરની તીર્થયાત્રા ઉમરાહમાં જોડાયા હતા. જણાવી દઈએ કે આ એક એવી યાત્રા છે જે ગમે ત્યારે કરી શકાય છે. હાલ શાહરુખની આ યાત્રા દરમિયાન શાહરૂખ ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને વાયરલ થયેલ ફોટામાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન પોતાના શરીર પર સફેદ કપડામાં લપેટાયેલ અને માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે આ સાથે જ એ વાયરલ તસવીરોમાં તેની આસપાસ ઘણા લોકો પણ દેખાય રહ્યા છે.
- Advertisement -
સાઉદી અરેબિયામાં પૂરું થયું ‘ડંકી’નું શૂટિંગ
જણાવી દઈએ કે બુધવારે શાહરૂખ ખાને પોતાનો એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે તેણે સાઉદી અરેબિયામાં તેની આવનારી ફિલ્મ ‘ડંકી’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મને રાજકુમાર હિરાની ડિરેક્ટ કરી રહ્યા છે અને આ પહેલીવાર છે જ્યારે શાહરૂખ અને રાજકુમાર હિરાની સાથે કામ કરી રહ્યા છે. આ સાથે જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં સાઉદી અરેબિયાના શાનદાર લોકેશનની ઝલક જોવા મળી હતી.
A very big Shukran to @mocsaudi_en , the team and all who made this shoot schedule of #Dunki so smooth… pic.twitter.com/gjCqCMRSZk
— Shah Rukh Khan (@iamsrk) November 30, 2022
- Advertisement -
વીડિયોમાં બતાવ્યો સાઉદી અરેબિયાનો સુંદર નજારો
આ સાથે જ શાહરૂખ ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે સાઉદી અરેબિયામાં ફિલ્મ ‘ડંકી’ના સેટનું શાનદાર લોકેશન બતાવવામાં આવ્યું હતું એનએ વીડિયોમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં ડંકીનું શૂટિંગ શેડ્યૂલ પૂરું થઈ ગયું છે અને આ સાથે શાહરુખે ફિલ્મની ટીમ અને સાઉદીના સંસ્કૃતિ મંત્રાલયનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે થોડા સમય પહેલા ફિલ્મ ડંકીના સેટ પરથી તસવીરો વાયરલ થઈ હતી, જેમાં શાહરૂખ ખાન અભિનેત્રી તાપસી પન્નુ સાથે જોવા મળ્યા હતા.
May Allah bless you and reward you for performing Umrah @iamsrk ❤️
A truly beautiful sight to see you in our Holy place, Shah Rukh … MashaAllah … my heart is fulll 🥺🫶🏽#ShahRukhKhan pic.twitter.com/XjxakFMwuD
— Samina ✨ (@SRKsSamina_) December 1, 2022
શાહરુખ ખાનની આવનારી ફિલ્મો
જણાવી દઈએ કે શાહરૂખ ખાનની પઠાણ વર્ષ 2023ની શરૂઆતમાં રિલીઝ થશે અને આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મમાં શાહરુખ ખાન RAW એજન્ટના રોલમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું એનએ તેમાં શાહરૂખ જોરદાર એક્શન અને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે ‘પઠાણ’ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે અને આ સિવાય શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ પણ આવશે જે સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી દ્વારા બનાવવામાં આવી રહી છે.