ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ચંદન ચોખા, દાભ અને અનેક ધાન્ય, વૃક્ષ તેમજ ફળ ફૂલોને પવિત્ર માનવામાં આવે છે સાથે સાથે આ બધી વસ્તુઓ પૂજનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને તુલસીને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે અને તુલસીના છોડનું પૂજન પણ નિત્ય કર્મથી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે અને તુલસી વિશે અનેક વાતો પણ જણાવાય છે કે ગુણ તો ગોવિંદના ગવાણા ઓ નાથ તમે, તુલસીને પાંદડે તોલાણા અને હિન્દુ સંસ્કૃતિના દરેકને દરજ્જો પ્રાપ્ત થાય છે તેમાં તુલસીજીને માં તરીકેનો પણ દરજ્જો આપ્યો છે અને એવું પણ કહેવાય છે કે જે ઘરના આંગણે તુલસીમાં નો નિવાસ હોય ત્યાં નાના મોટા રોગનો પ્રવેશ નથી થતો તેમજ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો વિકાસ થાય છે. તુલસી વિશે એવું પણ કહેવાયું છે કે કોઈ પણ પ્રસાદ તુલસીના પાન વગર અધૂરો છે.
- Advertisement -
સામન્ય રીતે દરેક ધર્મના લોકોની પૌરાણિક રીત રિવાજો અને આસ્થા મુજબ અનેક તહેવારો ઉજવાતા હોય છે જેમાં નાતાલમાં ક્રિસમસ ટ્રી શણગાર થતો હોય છે તેવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર અને આરોગ્યપ્રદ તુલસીજીનું પૂજન કરવા શિવાયૈ પરિવારની ધર્મપ્રેમી બહેનો ઈના જોશી, ચેતના શુક્લા, સ્વાતિ લખલાની અને અમી વોરા દ્વારા ખાસ અગિયારસ નિમિત્તે સત્ય નારાયણની કથા અને તુલસી પૂજન તેમજ ધાર્મિક સ્પર્ધાઓ જેવી કે કોરા કાગળ પર તુલસીજીના નામ અને તુલસીજીનું કુંડુ દોરવનું વગેરે અયોજન કરવામાં આવ્યુ હતું અને ભારતીય સનાતન ધર્મને ધાર્મિકતા માટેની એક આગવી પહેલ જૂનાગઢના બિલનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવી હોવાનું શિવાયૈ પરિવારના ઇનાબહેન જોષી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતું.



