JDU અને ભાજપે 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. ઓછી સીટો મળવા છતાં પણ નીતિશ કુમારને ભાજપે સીએમ બનાવ્યા હતા. જો કે હવે આ ગઠબંધન તૂટવા જઈ રહ્યું છે અને JDU મહાગઠબંધનવાળી સરકાર બનાવી શકે છે.
બિહારમાં મહાગઠબંધન અને નીતિશ કુમારની વચ્ચે ફરી એક ગઠબંધન થયું છે. સમાધાનકારી નીતિ અપનાવીને નીતિશ કુમાર ફરી એક વાર મુખ્યમંત્રી રહેશે. કોંગ્રેસ ધારાસભ્ય શકીલ અહમદ ખાંએ જાણકારી આપતા કહ્યું છે કે, મુખ્યમં6ી નીતિશ કુમાર જ રહેશે. જૂના મહાગઠબંધનને નવી રીતે બનાવામાં આવશે. જેમાં રાજદ અને કોંગ્રેસની સાથે જનતાદળ યૂ સામેલ થશે. શકીલ અહમદ ખાને કહ્યું કે, બિહારમાંથી હંમેશા પરિવર્તનની શરુઆત થઈ છે. એટલા માટે હાલમાં થઈ રહેલો ફેરફાર કોઈ નવો નથી.
- Advertisement -
Bihar political crisis: CM Nitish Kumar seeks appointment from Governor Chauhan
Read @ANI Story | https://t.co/0jqjtrToKE#NitishKumar #PhaguChauhan #BiharPoliticalCrisis #BiharPolitics pic.twitter.com/KNpiDSuHm5
— ANI Digital (@ani_digital) August 9, 2022
- Advertisement -
ભાજપના તમામ મંત્રીઓ આપશે રાજીનામા
બિહારમાં બાજી પલ્ટાઈ ગઈ છે. નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડી દીધો છે અને હવે તેઓ ફરીથી આરજેડી સાથે સરકાર બનાવાની તૈયારીમાં છે. આ તમામની વચ્ચે ભાજપના તમામ 16 મંત્રી રાજભવનમાં જઈને પોતાના રાજીનામાં રાજ્યપાલને સોંપશે.
નીતિશ કુમારે રાજ્યપાલ પાસે માગ્યો સમય
મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના રાજ્યપાલ પાસે સમય માગ્યો છે. એવા ક્યાસ લાગી રહ્યા છે કે, રાજ્યપાલ સાથે મળીને નીતિશ કુમાર નવા ગઠબંધનની સરકાર બનાવાનો દાવો રજૂ કરી શકે છે.
Patna | A Bihar minister belonging to BJP who prefers to remain unnamed says, "why should I resign?", amid the brewing political crisis in the State. "We are waiting for Nitish Kumar to make the first move, then we will take a step," he adds.
— ANI (@ANI) August 9, 2022
આવતીકાલે અથવા પરમદિવસે શપથ લઈ શકે છે- સૂત્ર
બિહારમાં રાજકીય ઉલટફેર નક્કી માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અને લેફ્ટના ધારાસભ્યોના સમર્થન પત્ર તેજસ્વી યાદવે સોંપી દીધા છે. કહેવાય છે કે, તેજસ્વી આ સમર્થન પત્ર નીતિશ કુમારને સોંપશે અને બિહારમાં નવી સરકાર બનાવામાં આવશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નીતિશ કુમાર કાલે અથવા પરમદિવસે ફરી એક વાર મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
હકીકતમાં જોઈએ તો, આજે સવારે જ 1 અણે માર્ગથી સત્તાધારી જનતા દળ યુનાઈટેડની બેઠક થઈ હતી. જેડીયૂના તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર ખુદ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. જો કે, હાલમાં આ બેઠકમાં શું ચર્ચા થઈ તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પણ કોંગ્રેસ ધારાસભ્યએ મહાગઠબંધનની સાથે ફરી એક વાર ગઠબંધન થવાની વાત કહી દીધી છે.