મહાશિવરાત્રી મેળાની તસવીર યાત્રા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
- Advertisement -
ગુજરાત રાજ્યની ધુરા સાંભળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહાશિવરાત્રી મેળાની મુલાકાત કરી હતી એ સમયે ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ આશ્રમોમાં મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા. તે વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને મોરારીબાપુ સહીત સંતોએ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ મેળાની મુલાકાત દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રભાઈ ચુડાસમા, જગદીશ વિશ્વકર્મા, ગોરધનભાઈ ઝડફિયા, જવાહર ચાવડા અને સ્થાની આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જયારે ભવનાથ મંદિરમાં મુખ્યમંત્રીએ ભોળાનાથની પૂજન અર્ચન કરીને આશીર્વાદ લીધા હતા તેમજ શ્રીગૌરક્ષ નાથજી આશ્રમની પણ મુલાકાત કરી હતી ત્યારે આશ્રમના મહંત શેરનાથ બાપુ દ્વારા પણ ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.



