પર્થમાં પ્રસ્તાવિત રામ મંદિરનું ભૂમિપૂજન આવતા વર્ષે 2025માં થશે. આશા છે કે પીએમ મોદી આ ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન કરશે.
કારતક પૂર્ણિમાના દિવસે રામ ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે, હવે ઓસ્ટ્રેલિયામાં ભગવાન રામનું વિશ્વનું સૌથી ઉંચુ ભવ્ય મંદિર બનશે. પર્થમાં પ્રસ્તાવિત રામ મંદિરનું ભૂમિપૂજન આવતા વર્ષે 2025માં થશે. આશા છે કે પીએમ મોદી આ ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન કરશે.
- Advertisement -
અયોધ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ભગવાન રામનું વિશ્વનું સૌથી ઉંચુ ભવ્ય મંદિર બનાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત રામ મંદિરનું ભૂમિપૂજન આવતા વર્ષે 2025માં થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન કરી શકે છે. આ રામ મંદિર 150 એકર જમીન પર બનશે. આ મંદિર 5 માળનું હશે અને તેની ઊંચાઈ 721 ફૂટ હશે. ગુજરાતના પ્રખ્યાત આર્કિટેક્ટ આશિષ સોમપુરા ઓસ્ટ્રેલિયાના રામ મંદિરની ડિઝાઈન બનાવશે. ઉલ્લેખનીય છે કે આશિષ સોમપુરાએ અયોધ્યાના રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી.
આ પ્રસ્તાવિત રામ મંદિરના માર્ગ પર હનુમાનજીની 151 ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે, તેની સાથે જ સપ્તસાગરમાં ભગવાન શિવની 51 ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત અયોધ્યાપુરી અને સનાતન યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવશે. આ મંદિર શ્રી રામ મંદિર ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2023માં થઇ ચુકી છે. અને હવે 2025માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં 150 એકરમાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના લોકો પણ હવે પોતાના દેશમાં રામલલાના દર્શન કરી શકશે. ઓસ્ટ્રેલિયા અને આસપાસના દેશોના લોકો હવે પર્થ પહોંચીને ભગવાન રામ લાલાની પૂજા કરી શકશે.
પર્થમાં ભૂમિપૂજન થશે
- Advertisement -
શ્રી રામ મંદિર ફાઉન્ડેશને મિડિયાને જણાવ્યુ કે આ વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ભૂમિપૂજન કરી શકે છે. જો કે હજુ સુધી અનુમતી મળી નથી. જો કોઈ કારણોસર પીએમ મોદી 2025માં ઓસ્ટ્રેલિયાની મુલાકાત ન લઈ શકે તો તેના વિકલ્પ તરીકે કોઈ અન્ય મોટા નેતા દ્વારા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે.