ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે, ચૂંટણી પહેલા એકબાજુ રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત થઇ રહી છે, તો બીજીબાજુ કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે. કોંગ્રેસના એક પછી એક મોટા નેતા પક્ષને ટાટા બાય બાય કહી રહ્યા છે. આજે સવારે કોંગ્રેસના મોટા નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે, તે સમાચાર હુજ ચાલી રહ્યાં છે ત્યાં જે કોંગ્રેસને વધુ એક મોટો બીજો ઝટકો લાગવાની તૈયારી છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યોમાં કોંગ્રેસને એક જ દિવસમાં બીજો મોટો ઝટકો લાગી શકે છે. સુત્રો અનુસાર, કોંગ્રેસના મોટા નેતા અર્જૂન મોઢવાડિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે. આજે સાંજ સુધીમાં વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી શકવાની વાતો ચર્ચાઇ રહી છે. જોકે, આ અંગે હજુ સુધી અર્જૂન મોઢવાડિયાએ કોઇપણ જાતની પુષ્ટી નથી કરી.
કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા છે. જોકે અમરીશ ડેર આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના અમરીશ ડેરે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ડેરનું ઓપરેશન પાર પાડવામાં લોકસાહિત્યકારની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. કમલમમાં સી.આર.પાટીલના હસ્તે ડેર કેસરિયો ધારણ કરશે.
રાજુલાની બેઠક પર અમરીશ ડેરને ભાજપ ઉમેદવાર બનાવશે. રાજુલાના હીરા સોલંકીને લોકસભા લડાવાય તેવી ચર્ચા છે. હીરાભાઈ સોલંકી સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચશે. માયાભાઈ આહીરની હાજરીમાં ડેર-પાટીલની મુલાકાત થઈ હતી. અમરીશ ડેર આહિર સમાજના મોટા રાજનેતા છે. ઉલ્લેખનીય છે કે, અંબરીશ ડેરની આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત થઇ ગઇ હતી, જે પછી રાજીનામાની આ તમામ અટકળો અને વાતો વહેતી થઇ હતી. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ નેતા અંબરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે.