હેકર્સ ગ્રુપનો દાવો-અનેક સરકારી વિભાગોના અધિકૃત ઈ-મેલ એકાઉન્ટ પણ ચોર્યાની હેકર્સ ગ્રુપની કબુલાત
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ)માં ડેટા ચોરીના પ્રયાસ બાદ હવે ભારતીય રેલવેના સર્વરમાં હેકર્સે હુમલો કરીને 3 કરોડ પેસેન્જર્સના ડેટા ચોર્યાનો રિપોર્ટ બહાર આવતા ખળભળાટ ફેલાયો છે, અલબત, આ મામલે રેલવે કે કોઈ સરકારી અધિકારી દ્વારા પુષ્ટિ નથી કરવામાં આવી ઉપલબ્ધ રિપોર્ટ અનુસાર હેકર્સે રેલવે ટિકીટ બુક કરાવનાર 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો છે.
- Advertisement -
તેમાં વ્યક્તિગત જાણકારી જેમાં ઈ મેઈલ આઈડી, મોબાઈલ નંબર, સરનામુ, વય અને જાતિનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર એક હેકર ફોરમે 27 ડિસેમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હેકર ફોરમની અસલી ઓળખ બહાર નથી આવી પરંતુ તેને ‘શેડો હેકર’ના નામથી ઓળખવામાં આવે છે.
આરોપ છે કે આ હેકર ફોરમ 3 ક્રોડ પેસેન્જર્સનો ડેટા ડાર્ક વેબને વેચી રહ્યું છે. હેકર ગ્રુપે જણાવ્યું હતું કે તેની પાસે ભારતીય રેલવેમાં ટિકીટ બુક કરાવનાર ત્રણ કરોડ લોકોના ઈ-મેલ અને મોબાઈલ નંબર સહિતની ખાનગી જાણકારી ઉપલબ્ધ છે. હેકર્સ ગ્રુપે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે તેણે અનેક સરકારી વિભાગોના અધિકૃત ઈ-મેલ એકાઉન્ટસ પણ ચોર્યા છે.