ધોધમાર વરસાદ વરસ્યો છતાં ગરમીનું પ્રમાણ યથાવત અને ભેજ ઘટ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે દિવસથી રાજકોટ સહિતના વિવિધ શહેરમાં વરસાદે વિરામ લીધો છે. ધોધમાર વરસાદની અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હોવા છતાં આજે મંગળવારે વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધતાં લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. અસહ્ય ઉકળાટના કારણે શહેરીજનો બપોર અને સાંજના સમયે પરસેવે રેબઝેબ થયાં હતાં.
- Advertisement -
વરસાદી માહોલના કારણે રાજ્યનાં મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીથી નીચે આવી ગયું છે. રાજકોટ શહેરમાં બે દિવસથી વરસાદે સાવ વિરામ લીધો છે પરંતુ વાતાવરણમાં હજુ ગરમીનું પ્રમાણ યથાવત છે, ભેજ ઘટ્યો છે. તાપમાનનો પારો ગગડતા કાળઝાળ ગરમી થોડી ઘટી ગઈ છે પરંતુ બફારો અને ઉકળાટ વધતાં લોકો હેરાન-પરેશાન થયાં છે. બપોરના સમયે લોકોના શરીર પરથી પરસેવાના રેલા ઉતરવા લાગ્યાં હતા.
ધોધમાર વરસાદ પડવા છતાં ઉકળાટના કારણે લોકો એ.સી. અને પંખાનો સતત ઉપયોગ કરી રહ્યાં છે. બીજી તરફ શુક્રવારે શહેરમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ હોવાથી જ્યાં સુધી વરસાદ પડશે નહી ત્યાં સુધી ઉકળાટમાં સતત વધારો થશે. વરસાદના આગમન પહેલાના આ બફારા અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.