શિવરાત્રી મેળાના 28 મુદ્દા બાદ ફરી અવલોકન બેઠક યોજાઇ
પંચ અગ્નિ અખાડા અને આહવાન અખાડા પણ બગીની વિરૂદ્ધમાં
- Advertisement -
આકસ્મિક ઘટના બને તેના માટે તંત્ર વૈકલ્પિક રસ્તો બનાવે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની ગોદમાં મહા શિવરાત્રીનો મેળો આદિ અનાદી કાળથી યોજાય છે ત્યારે સાધુ સંતોના આ મેળા માં લાખો ભાવીકો જોડાય છે ત્યારે મેળો સારી રીતે યોજાય તેના માટે થોડા દિવસ અગાઉ કમંડલ કુંડના મહેશ ગીરી બાપુના અધ્યક્ષ સાથે બેઠક યોજાય હતી જેમાં મેળાના સુચારુ આયોજન માટે 28 મુદ્દા તૈયાર કરીને વહીવટી તંત્રને સોંપવામાં આવ્યા હતા આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તેની અવલોકન બેઠક ગઈકાલ યોજાય હતી જેમાં ત્રણ થી ચાર મુદ્દા ઉમેરવામાં આવ્યા હતા.
જૂનાગઢ ભવનાથ સ્થિત વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદીર ખાતે એક બેઠક યોજાય હતી જેમાં મહેશગીર બાપુના અધ્યક્ષ સાથે બેઠકમાં સ્થાનિક સાધુ સંતો અને વેપારી મંડળ અને પ્રબુદ્ધ નાગરીકો જોડાયા હતા જેમાં 28 મુદ્દાનું અવલોકન સાથે નવા મુદ્દા ઉમેર્યા હતા જેમાં શિવરાત્રી મેળા દરમિયાન કોઈ આકસ્મિક ઘટના બને તો તેના એક્ઝીટ પોઇન્ટ માટે વૈકલ્પિક રસ્તો કાઢવા માટે તંત્ર આયોજન કરે તેમજ આ શિવરાત્રી મેળામાં નાગા સાધુની યોજાતી રવેડીમાં લાખો ભાવીકો જોડાય છે ત્યારે તેમાં ગ્રહસ્થી લોકો પણ સામેલ થઇ જાય છે તે યોગ્ય નથી ભાવિકો નાગા સાધુના દર્શન કરવા આવે છે કોઈ ગ્રહસ્થિના દર્શન કરવા નથી આવતા એટલે એવું બનવું ન જોઈએ તેમ મહેશગિરિબાપુએ જણાવ્યું હતું.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, મેળા સંદર્ભે ગત રવીવાર યોજાયેલ મીટિંગમાં મહા શિવરાત્રીના દિવસે ગાયત્રી માતાજી, ગણેશ ભગવાન અને દત્ત મહારાજની પાલખી યાત્રા નીકળે છે તેની સાથે અન્ય બગી પણ જોડાતી હોઈ છે તે આ વર્ષે બગી મેળામાં નહિ જોડાય તેવો નિર્ણય કર્યો હતો તેના સમર્થનમાં અગ્નિ અખાડા અને આહવાન અખાડા દ્વારા બાપુને ટેલીફિનિક વાતચીત કરી બગી સાથે રવેડીમાં નહિ જોડાય તેનું સમર્થન આપ્યું હતું એટલે હવે શિવરાત્રીના દિવસે બગી વગર સાધુ સંતો પગપાળા ચાલીને રવેડીમાં જોડાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
મેળા સમયે ગિરનાર પર પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો
જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં યોજાતા મહા શિવરાત્રી મેળામાં 10 લાખથી વધુ ભાવીકો પધારે છે ત્યારે તેમાંથી લાખો શ્રદ્ધાળુ ગીરનાર દેવ સ્થાનો દર્શન કરવા જાય છે ત્યારે હાલ હાઇકોર્ટના આદેશ અનુસાર ગીરનાર પ્લાસ્ટિક મુક્ત બને અને પર્યાવરણનું જતન પણ ખુબ જરૂરી છે અને યોગ્ય છે તેવી વાત મહેશગિરિબાપુએ કરી હતી પણ મેળા દરમીયાન આવતા ભાવિકો ગીરનાર પર જાય ત્યારે તેના માટે પીવાના પાણી માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે દુકાનદારો ડિસ્ટીલ વોટરની બોટલો રાખવામાં આવે અને બોટલો દ્વારા ભાવિકોને કાગળના ગ્લાસમાં અથવા સ્ટીલના ગ્લાસમાં પાણી આપે જેનાથી પાણી સમસ્યા થોડી હળવી થશે તેમ જણાવ્યું હતું.