દેશમાં સાંસ્કૃતિક-રાષ્ટ્રવાદ માટે મહત્વની ભૂમિકા ભજવી રહેલા અને વિશ્વના સૌથી મોટા બિન-લશ્કરી સંગઠન તરીકે સ્થાન મેળવનાર રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ હવે 21મી સદીની આધુનિકતામાં જશે. અગાઉ સંઘે તેની શાખા સહિતના આયોજનોમાં પરંપરાગત ચડ્ડીના સ્થાને પેન્ટ અપનાવ્યુ હતું
તેના પ્રતિક જેવા ‘દંડ’ સહિતના તેની ઓળખ અને તેની નિયમીત યોજાતી પ્રશિક્ષણ શિબિરમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યું છે. આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પુરા થઈ રહ્યા છે અને તે પુર્વે ખુદ નહી પણ તેના સાથી 40 સંગઠનોની કાર્યરચનામાં પણ ફેરફાર કરશે. સંઘમાં કેડર-નિર્માણમાં ઓફિસર્સ ટ્રેનીંગ કેમ્પ (ઓટીસી)ની ભૂમિકા મહત્વની છે.
- Advertisement -
જે ત્રણ તબકકાની પ્રથમ, દ્વિતીય, તૃતીય વર્ષ એમ ગણવામાં આવે છે અને 20 દિવસની આ શિબિરમાં સ્વયંમસેવકના દરજજા મુજબ તેને બૌદ્ધિક-શારીરિક તાલીમ આપવામાં આવે છે જે સંઘની કેડરની ભૂમિકામાં મહત્વની છે. હવે તેની સાથે સ્વયંમસેવકોને અપડેટ રાખવા ખાસ વિકાસ શિબિર યોજાશે. સંઘનો દંડ જે હાલ 5.3 ફુટનો છે તેની સાઈઝ ઘટાડાશે. સંઘ તેના સંગઠનોને હવે નવા સમયની સાથે નવા જનરેશન સાથે તાલ મિલાવે તેવી રીતે ઢાળવા માંગે છે અને તે માટે અલગથી ખાસ અભ્યાસ પેપર્સ તૈયાર કરશે.