અફઘાની બેટ્સમેનોએ ઈનિંગમાં 11 સિક્સ ફટકારી : મેન ઓફ ધ મેચ મુજીબે 20 રનમાં 5 વિકેટ લીધી
નજીબુલ્લાહ અને ગુરબાઝની આક્રમક બેટિંગ : અફઘાનિસ્તાન 190/4, સ્કોટલેન્ડ 60 રનમાં ઑલઆઉટ
ખાસ-ખબર સંવાદદાતા
ઝ-20 વર્લ્ડ કપની 17મી મેચમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનથી હરાવી દીધું છે. અફઘાનિસ્તાને આ મેચમાં સ્કોટલેન્ડને ક્યાંય ટકવા દીધુ નથી. પ્રથમ બેટિંગ કરતા અફઘાન બેટ્સમેને જોરદાર બેટિંગ કરી અને ઈનિંગ દરમિયાન કુલ 11 સિક્સ મારી હતી. ત્રણ સિક્સ તો 100 મીટર લાંબી હતી. ટોસ જીતીને પ્રથમ રમતા અફઘાનિસ્તાને 190/4નો સ્કોર બનાવ્યો. નજીબુલ્લાહ જાદરાને 34 બોલમાં 59 રન બનાવ્યા. સ્કોટલેન્ડની સામે મેચ જીતવા માટે 191 રનનો ટાર્ગેટ હતો, જોકે આખી ટીમ 10.2 ઓવરની રમતમાં 60 રને ઓલઆઉટ થઈ ગઈ. સ્કોટલેન્ડના ચાર ખેલાડી 0 પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. અફઘાનિસ્તાનની સ્કોટલેન્ડની સામેની ટી-20 ઈન્ટરનેશનલમાં આ સતત 7મી જીત છે. ટીમની જીતમાં મુજીબ ઉર રહેમાને યાદગાર દેખાવ કરતા 5 વિકેટ પ્રાપ્ત કરી અને તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
- Advertisement -
19મી ઓવરના પાંચમાં બોલમાં નજીબુલ્લાહે 103 મીટરની સિક્સ મારી. આ પહેલા 15મી ઓવરના ત્રીજા બોલ પર પણ નજીબુલ્લાહે બોલને આકાશમાં પહોંચાડ્યો હતો. આ સિક્સ 100 મીટરની હતી. ચોથી ઓવરના પ્રથમ બોલમાં હજીરતુલ્લાહ જજઈએ બોલને સ્ટેડિયમની બહારા પહોંચાડ્યો હતો. અફઘાનિસ્તાનની ઈનિંગમાં 11 સિક્સ વાગી. આ અત્યાર સુધીના T-20 વર્લ્ડ કપ 2021માં કોઈ પણ ટીમે લગાવેલી સૌથી વધુ સિક્સ છે.