– તાલીબાને કહ્યું, મહિલાઓનું સન્માન જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે !
અફઘાનિસ્તાનમાં તાલીબાન જ્યારે સત્તા પર આવ્યું હતું તો તેણે પોતાને બદલવાનો વાયદો કર્યો હતો પરંતુ હવે તાલીબાને ખુલ્લેઆમ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. તાલીબાનના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટીમાં મહિલાઓના શિક્ષણ પર રોક લગાવી દીધી છે. મંત્રાલયે કહ્યું કે આગલો આદેશ ન અપાય ત્યાં સુધી વિદ્યાર્થિનીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે નહીં. આ સાથે જ ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓને તુરંત સસ્પેન્ડ કરી દેવાઈ હતી.
- Advertisement -
ઉચ્ચ શિક્ષણ મંત્રી નેદા મોહમ્મદ નદીમે તમામ યુનિવર્સિટીઓને એક ફરમાન જારી કરતાં કહ્યું કે તમામ લોકોને આગલો આદેશ ન આવે ત્યાં સુધી મહિલાઓને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવે છે. તાલીબાનના આ આદેશ બાદ સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુઆરિકે આ પગલાંને પરેશાન કરનારું ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે, સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તાલીબાને પોતાનો વધુ એક વાયદો તોડ્યો છે. અમે તાલીબાન રાજ આવ્યા બાદ જોયું છે કે મહિલાઓની માત્ર શિક્ષણમાં જ નહીં બલ્કે સાર્વજનિક ક્ષેત્રોની ભાગીદારી પણ ઘટી છે.

દુજારિકે કહ્યું કે, આ અત્યંત પરેશાન કરનારું પગલું છે અને તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. કોઈ દેશ મહિલાઓને શિક્ષણથી કેવી રીતે વંચિત રાખી શકે ? ન્યુયોર્કમાં અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન તાલીબાન તરફથી આ જાહેરાત થઈ છે. અમેરિકા અને બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર દૂત બન્નેએ પરિષદની બેઠક દરમિયાન આ પગલાની નિંદા કરી છે.
- Advertisement -
યૂનોના નાયબ રાજદૂત રોબર્ટ વૂડે કહ્યું કે તાલીબાન ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સંગઠનનું માન્ય સભ્ય નહીં બની શકે જ્યાં સુધી તે તમામ અફઘાની નાગરિકોના અધિકારો અને ખાસ કરીને મહિલાઓના અધિકારોનું સન્માન નહીં કરે. બીજી બાજુ તાલીબાને પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે આ પ્રકારના પ્રતિબંધ રાષ્ટ્રીય હિત અને મહિલાઓના સન્માન જાળવી રાખવા માટે મુકવામાં આવ્યા છે.