તાલિબાનનું ફરમાન: અફઘાનિસ્તાનમાં વિડીયો-તસ્વીરો નહિં જોવા મળે
જીવિત વસ્તુઓની તસ્વીરો ઈસ્લામની વિરૂદ્ધ: તાલીબાન
- Advertisement -
તાલીબાન હેલમંદ પ્રાંતમાં એક અજબ ગજબ કાનુન લાગુ કર્યો છે.જેમાં મીડિયા જીવિત વ્યકિત-પ્રાણીની તસ્વીર નહીં દર્શાવી શકે જેને લઈને તાલીબાન સંચાલીત મીડિયાએ કાનુનના પાલન માટે જીવિત પ્રાણીઓ, વ્યકિતઓના વિડીયો દર્શાવવાનું નકકી કર્યું છે. આ ફરમાનને લઈને તાલિબાને કહ્યુ હતું કે જીવિત વસ્તુઓ-વ્યકિતઓની તસ્વીર દેખાડવી ઈસ્લામની વિરૂદ્ધ માહિતી મંત્રાલયનાં અધિકારીઓએ આ નિર્ણયની જાહેરાત કરી હતી.
ખબરો મુજબ ધીરેધીરે આ કાયદો પુરા દેશમાં લાગુ થશે. નવા કાયદાની જાહેરાત પર પ્રવકતા સૈફુલ ઈસ્લામ ખૈબરે જણાવ્યું હતું કે જીવીત વસ્તુઓની તસ્વીરો ઈસ્લામનાં કાયદાની વિરૂદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે આ કાયદાનું જબરજસ્તીથી પાલન નહિં કરાવાય પણ માત્ર સલાહ તરીકે રજુ કરાશે. ગત સપ્તાહે તાલિબાન સંચાલીત મીડીયાએ જીવીત વ્યકિતઓની તસ્વીરો વીડીયો દર્શાવવાનું બંધ કરી દીધુ હતું. અન્ય ખાનગી ટીવી ચેનલોએ પણ આ નિયમનું પાલન શરૂ કરી દીધુ છે. અલબત, ઈરાન અને સાઉદી અરબ સહિતના કોઈ મૂસ્લીમ બહુમતીવાળા દેશમાં આ પ્રકારનાં પ્રતિબંધ નથી.
ઉલ્લેખનીય છે કે, 1990 ના દાયકાનાં અંતમાં પોતાના અગાઉનાં શાસન દરમ્યાન તાલીબાને મોટાભાગનાં ટેલીવીઝન રેડીયો, સમાચાર પત્રો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.