સવારે એકાઉન્ટમાંથી રૂ.100 કપાયાનો મેસેજ જોતા ચોંકી ગયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
વેરાવળ ના પ્રતિષ્ઠિત એડવોકેટ પિયુષભાઈ મસાણીની કાર પોતાના ઘરે પાર્કિંગમાં હોય ગત તારીખ 15/05/2024 ના સવારે એકા એક તેના ટોલ પ્લાઝાના એકાઉન્ટ માંથી રૂ.100 કપાયાનો મેસેજ જોતા ચોકી ગયા કેમકે તેમની કાર તો પોતાના પાર્કિંગમાંજ પાર્ક કરેલી હતી એટલે તુરંત જ તેમને કસ્ટમર કેરમાં તપાસ કરી અને જાણ્યું તો કીધું કે ના તમારી ગાડી તો ટોલ પ્લાઝામાંથી નીકળી હોય તો જ પૈસા કપાય માટે તેમને સમજાણું કે મારી સાથે આ કોઈ ફ્રોડ થયું છે અને આવું તો મારા જેવા અનેક લોકો સાથે થતું હસે જેથી કરીને તેમના દ્વારા જિલ્લા કલેકટર, સાઈબર પોલીસ સ્ટેશન તેમજ પોલીસ વિભાગના અધિકારીઓને આવા ફ્રોડને પકડવા અને અનેક લોકોના આવા ટેકનિકલ ફ્રોડના હિસાબે પૈસા કપાતા હોય તેવી અનેક મૌખિક જાણકારીના લીધે ઊંડાણપૂર્વક તપાસ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ તરફથી તુરંત કાયેવાહી કરવા સહકાર મળેલ હોય આ સંદર્ભ ગ્રાહક સુરક્ષા ફોરમ માં પણ ફરિયાદ કરેલ હોવાનું આવેદનમાં જણાવેલ છે.
અત્રે ઉલખનીય છે કે થોડા સમય પહેલા જ વેરાવળના ભરતભાઈ જાડેજાની કાર પોતાના પાર્કિંગમાં જ પાર્ક કરેલી હોય અને તેના પણ પૈસા આવી રીતના એકાએક સવારે કપાયેલાની જાણ થતા અનિષ રાચ્છ ને આ અંગે જણાવવાંતા ટોલ પ્લાઝાના સુપરવાઇઝરનો સંપર્ક કરી તે અંગે રજૂઆત કરતા ભૂલથી કપાયેલા હોય જેથી તુરંત પરત કરી દીધેલ હોવાની હકીકત તે સમયે સામે આવેલી ત્યારે હાલ ગીર સોમનાથના વેરાવળ ડારી ટોલ પ્લાઝા ખાતે આવા ફ્રોડ થવાની ફરીયાદ હોય તો સાઈબર પોલીસ નો સંપર્ક કરી જાગૃતિ લાવા આવા ફ્રોડને ખુલ્લા પાડવા જાગૃત થવા પહેલ કરેલ છે.