આજે ટેબલ નોંધણી ફોર્મ ભરવાનું શરૂ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં બાર રૂમમાં એડવોકેટ કૌશલ વ્યાસ અને સુરેશ ફળદુએ પૂજા કરી હતી અને બાદ જુની કોર્ટથી લાઈબ્રેરી તથા વકીલ રૂમનું ફર્નિચર નવી કોર્ટ ટ્રાન્સફરનું કામ પણ આજે શરૂ થઈ ગયું છે. આજે ટેબલ નોંધણી ફોર્મ પણ ભરવાનું શરૂ થઈ જશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે ત્યારબાદ બાર એસોસિએશનની બોડી ફોર્મ વેરિફાય કરી આગળની કાર્યવાહી શરૂ કરશે. પૂજન સમયે આર.ડી. ઝાલા, પી. સી. વ્યાસ અને મહિલા અનામત કારોબારી રેખા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મેઇન બાર દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો.