પોલીસ અને વકીલની મિલિભગત : ગૃહમંત્રીને અરજી
દિલેશ શાહના કહેવા પર ક્રાઈમ બ્રાન્ચનાં PSI જોગરાણાએ નિર્દોષને ‘ઓને ઓન’ રાખ્યો
દિલેશ શાહ અને દુષ્યંત મહેતાએ દિપક રાઠોડને પોલીસ પાસે માનસિક – શારીરિક ત્રાસ અપાવી જમીનનો કબ્જો મેળવ્યો.
રૂબરૂ પોલીસસ્ટેશને વારંવાર બોલાવી અને લાંબો સમય સુધી અધરોઅધર એટલે કે કોઈપણ પ્રકારની લેખિત અરજી વિના લોકઅપમાં રાખતા અને સવારથી સાંજ સુધી રાખી કોઈ ખાવાપીવા માટેની વ્યવસ્થા પણ ન કરતા અને માનવ અધિકારની જોગવાઈ વિરૂદ્ધ પણ અતિશય અત્યાચાર અમારા ઉપર શરૂ કરી દીધેલો.
રાજકોટનાં એક એડવોકેટ દિલેશ શાહ અને દુષ્યંત મહેતાની ગૂંડાગીરીની ગવાહી આપતી વિગતો સામે આવી છે. આ અંગે દિપક રાઠોડ નામનાં વ્યક્તિએ ગૃહમંત્રીને અરજી કરી છે, આ અરજીમાં એડવોકેટ દિલેશ શાહ અને દુષ્યંત મહેતા દ્વારા કેવી રીતે પોલીસને હવાલો આપી દિપક રાઠોડ અને તેના પરિવારને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યો તેની માહિતી છે. – અરજીની વિગતો ટૂંકમાં નીચે મુજબ છે: રાજકોટના નવાગામ ખાતે મેઈનરોડ કુવાડવા રોડ પર આવેલી પટેલ વિહાર હોટલ પાછળ પુઠ્ઠાના કારખાના બાજુમાં મા હોટલ નામથી અમે અને અમારા ભાઈ શૈલેષભાઈ ચલાવતા હતા. જે હોટલ રાજકોટ તાબેના ગામ આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં. 12 કે જે ‘ચોકીવાળુ’ના નામથી ઓળખાતી ખેડવાણ જમીન કે જેના ઉપર શ્રી નકલંક પાર્કના નામે સૂચિત સોસાયટીના નામે જમીનના મૂળ માલિક ધીરૂભાઈ અરજણભાઈ પરસાડીયા દ્વારા 1થી 10 અલગ અલગ પ્લોટો પાડવામાં આવેલા, જેમાં પ્લોટ નં. 8 કે જે 456-94 ચોરસ વાર જે અમારા નામે આવેલા.
- Advertisement -
તેમજ પ્લોટ નં. 9 જે અમારી બાજુમાં આવેલા છે અને પ્લોટ નં. 10 જમીન ચોરસ વાર 207-08 જે અમારા સગ્ગાભાઈ શૈલેષભાઈ મોતીભાઈ રાઠોડ (ભરવાડના)ના નામે આવેલા. સદરહુ પ્લોટ અમો ફરિયાદી તથા અમારા ભાઈએ કાયદેસર અવેજ ચૂકવી ધોરણસર કબજો મેળવેલો અને જે તે સમયે સદરહુ કબ્જો અમો ફરિયાદીને તા. 21-7-2018ના રોજ ધોરણસર કબ્જો સોંપી આપેલો છે. સદરહુ પ્લોટ કાયદેસર અવેજ આપી અને જમીનના ખરા ખરીદનારા પાસેથી જ સહી, સિક્કા કરાવી તેમજ પ્લોટીંગ પાડેલા હોય અને અમો ફરિયાદીને સદરહુ પ્લોટના શેર સર્ટિફીકેટ પ્રમાણપત્ર તેમજ પહોંચ કે તે તમામમાં જમીનના મૂળ માલિક ધર્મેશભાઈ અરજણભાઈ પરસાડીયાએ ડી. એચ. પરસોડીયા તરીકે સહીઓ કરેલી છે અને કબજો સોંપેલો છે. આ ધોળી દૂધ જેવી હકીકત સત્ય છે અને આ જમીન તે કાયદેસરના માલિક પાસેથી કબ્જો મેળવવામાં આવેલો છે અને 2018થી સતત કબ્જેદાર હોય અને અવેજની અમો ફરિયાદીએ દર ચોરસવારના રૂા. 5000 લેખે રકમ ચૂકવેલી હોય અને તે રકમ એક યા બીજી રીતે ઉછીની પાછીની કરી તેમજ અમારી મૂડીની બચત ભેગી કરી ચૂકવી આપેલી હોય અને તે રીતે કાયદેસર રીતે કબ્જો મેળવેલ છે.
ત્યારે અમે ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિનંતી કરેલી કે ક્યારેય અમો કોઈ ક્રિમિનલ કહી શકાય તેવું કૃત્ય કરેલ નથી કે કોઈ ઝઘડો કે સુલેહ શાંતિનો ભંગ કરેલ નથી તો અમારી સામે આપસાહેબ એક યા બીજી રીતે શા માટે આ જમીન ખાલી કરાવવા બાબતે કાર્યવાહી હાથ ધરેલ છે, ત્યારે આ અંગે પી.એસ.આઈ. જોગરાણાએ અમોને તેવું જણાવેલ કે, તમારે અમને કોઈ કાયદો શીખડાવવા નહીં અને અમારે શું કરવાનું છે તે અમને ખબર જ હોય, ત્યારબાદ વખતોવખત જમીન ખાલી કરાવવા અમારા ઉપર દબાણ વધતુ જતુ અને રીતસર અમોને શારીરિક, માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી દીધેલું.
- Advertisement -
રૂબરૂ પોલીસસ્ટેશને વારંવાર બોલાવી અને લાંબો સમય સુધી અધરોઅધર એટલે કે કોઈપણ પ્રકારની લેખિત અરજી વિના લોકઅપમાં રાખતા અને સવારથી સાંજ સુધી રાખી કોઈ ખાવાપીવા માટેની વ્યવસ્થા પણ ન કરતા અને માનવ અધિકારની જોગવાઈ વિરૂદ્ધ પણ અતિશય અત્યાચાર અમારા ઉપર શરૂ કરી દીધેલો. તેટલું જ નહીં પરંતુ આ કામમાં ખેતી એ ખેતી જમીન જો સૂચિત કરી વેચાણ થાય તો તેમાં શરતભંગ અંગે જિલ્લા કલેકટર સાહેબને પગલાં ભરવા સત્તા છે પરંતુ આ અંગે પોલીસ કમિશનર કે પોલીસ ખાતાને આવી કોઈ સત્તાઓ જમીન ખાલી કરાવવા સત્તા આપવામાં આવેલ નથી માત્ર પોલીસ અધિકારીઓએ કોઈપણ પ્રકારના ફોજદારી કૃત્યો થતા હોય તેવા જ કૃત્યો સામે પગલાં ભરવા સત્તા છે. જ્યારે આ કામમાં પોલીસ અધિકારીઓએ જે સત્તાનો ઉપયોગ ડર ઉભો કરવા, ધમકાવવા અને જમીન ખાલી કરાવવા કરેલું હોય તે પણ ગંભીર બાબત છે.
જેથી આ અંગે જે પોલીસ અધિકારીઓએ આરોપીને સાથે રહી એક બીજાની ભાગ બટાઈ કરી જમીન ખાલી કરાવવાનું જે કૃત્ય કરેલ છે તે પોલીસ ખાતાનું અમાનવીય કૃત્ય છે અને અમારી મરણમૂડી સમાન મિલ્કત આ કામમાં પોલીસ ખાતાએ રીતસર પડાવી લીધેલ છે. આ સાથે અમો આપસાહેબ સમક્ષ જમીનના કબ્જેદાર હોવાના તેમજ સોસાયટી દ્વારા આપવામાં આવેલ આધારો તેમજ સ્થાનિક જગ્યામાં બાંધકામ થયેલ તેના આધારો રજૂ કરેલ છે તેમજ આસપાસના વ્યક્તિ પણ આ જગ્યા ઉપર અમો ફરિયાદી તથા અમારા ભાઈ શૈલેષભાઈ કબ્જેદાર હોય તેના આધારે રજૂ કરેલા છે. મહિલા પોલીસ સ્ટેશનના વીડિયો ફૂટેજ પણ મળી શકે તેમ છે. જમીનના રેકોર્ડ પણ તપાસ કરી શકો છો. આ મુજબની અરજી ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદી દિપક રાઠોડે એડવોકેટ દિલેશ શાહ અને દુષ્યંત મહેતા વિરુદ્ધ કરી છે.