તા.21થી 23 સુધી ફોર્મ ભરાશે તા.26મીએ ચૂંટણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ તથા ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ કેલ્લા એક અખબારી યાદીમાં જણાવે છે કે બાર કાઉન્સિલ ગુજરાતના છેલ્લા 5 ટર્મથી ચૂંટાયેલા સિનિયર સભ્ય અફઝલખાન પઠાણનું તા.12/04/2025 ના રોજ આકસ્મિક અવસાન થયેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના નિયમ અનુસાર કોઈપણ ચાલુ સભ્યનું અવસાન થાય તો તેની ખાલી પડેલી જગ્યા 15 દિવસમાં ચૂંટણી દ્વારા ભરવાની હોય છે. અને આ ખાલી પડેલી જગ્યાની ચૂંટણીમાં બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકતા હોય છે.
- Advertisement -
તા. 17/04/2025 ના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું (notification) બહાર પાડવામાં આવશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીના નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે. જેમાં તા.21/04/2025 થી તા. 23/04/2025 એમ ત્રણ દિવસ સવારના 11.00 કલાક થી સાંજે 5.00 વાગ્યા સુધીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યની ઉમેદવારી કરવા માટેનું ફોર્મ બાર કાઉન્સિલના બે ચૂંટાયેલા સભ્યોની સહીથી ભરી શકાશે. અને તા. 24/04/2025 ના રોજ,ફોર્મની ચકાસણી તા.25/4/2025ના રોજ ઉમેદવાર ફોર્મ પરત લઈ શકશે. અને જો 2 થી વધુ ઉમેદવાર હશે તો તા.26/04/2025 ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળનારી સાધારણ સભામાં બેલેટ પેપર દ્વારા લોકશાહી પદ્ધતિ થી ચૂંટણી કરવામાં આવશે.