ડૉ. શ્રુત વસાવડા (સ્પાઇન સર્જન) મિનિમલી ઇન્વેઝિવ અને રોબોટિક સર્જરીની સેવા આપશે; ડૉ. અશ્ર્વિની જસાણી (બ્રેસ્ટ ઑન્કોપ્લાસ્ટિક સર્જન) કેન્સર ક્ધઝર્વેશન સારવાર મજબૂત બનાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પંચનાથ હોસ્પિટલે ગર્વ સાથે જાહેરાત કરી છે કે તા. 1 ડિસેમ્બરથી બે અત્યંત કુશળ નિષ્ણાત સર્જનો તેમની સેવાઓ આપવાનું શરૂ કરશે, જેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દર્દીઓ માટે અદ્યતન, વિશ્વસનીય અને સસ્તી સુપરસ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ બનશે.
ડો. શ્રુત નીલાંગ વસાવડા (સ્પાઇન સર્જન):
M.B.B.S., M.S. ઓર્થોપેડિક્સની લાયકાત ધરાવતા ડો. શ્રુત વસાવડા સ્પાઇન સર્જન તરીકે જોડાશે. તેમને મિનિમલી ઇન્વેઝિવ, એન્ડોસ્કોપિક અને રોબોટિક સ્પાઇન સર્જરી, તેમજ એડલ્ટ તથા પીડિયાટ્રિક સ્પાઇનલ ડીફોર્મિટી કરેક્શનમાં વિશેષ અનુભવ છે. તેમણે ૠઈજ અને ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ફેલોશિપ દરમિયાન વિશાળ અનુભવ મેળવ્યો છે. કમરદર્દ, ગળાદર્દ, સાયટિકા, સ્લીપ ડિસ્ક, સ્પાઇનલ ડીફોર્મિટી, અને સ્પાઇન ફ્રેક્ચર જેવી કરોડરજ્જુ સંબંધિત તકલીફોથી પીડાતા દર્દીઓ હવે ડો. વસાવડા પાસેથી વિશેષ સલાહ અને સારવાર મેળવી શકશે.
- Advertisement -
ડો. અશ્વિની જસાણી (મોદી) (બ્રેસ્ટ ઑન્કોપ્લાસ્ટિક સર્જન):
ડો. અશ્વિની જસાણી (મોદી) (M.S., ફેલોશિપ ઇન બ્રેસ્ટ સર્જરી) બ્રેસ્ટ ઑન્કોપ્લાસ્ટિક સર્જન તરીકે તેમની સેવા આપશે. તેમણે ટાટા મેમોરિયલ હોસ્પિટલ (મુંબઈ) ખાતે એડવાન્સ્ડ ટ્રેનિંગ અને RCS ઇંગ્લેન્ડ તરફથી PG સર્ટિફિકેટ મેળવ્યું છે.
ડો. જસાણીના જોડાણથી હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સર સારવાર, બ્રેસ્ટ ક્ધઝર્વેશન સર્જરી (સ્તનને બચાવવાની સર્જરી), અને રી-ક્ધસ્ટ્રક્ટિવ સર્જરી સેવાઓ વધુ મજબૂત બનશે. અનિયંત્રિત વૃદ્ધિ અને અસામાન્ય ગાંઠોના કારણે વધતા સ્તન કેન્સરના કેસોમાં નિયમિત સ્વ-તપાસ અને સમયસર સારવાર માટે તેમની સેવાઓ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ઘઙઉ સમય અને ફી: બંને નિષ્ણાત ડોક્ટરની ઘઙઉ ફી માત્ર રૂ. 200 રહેશે.
ડો. શ્રુત વસાવડા: સોમવારથી શુક્રવાર (સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7), શનિવાર (સવારે 10 થી 12).
ડો. અશ્વિની જસાણી: સોમવારથી શુક્રવાર (સાંજે 5 થી 7).
બંને નિષ્ણાત ડોક્ટર યોગ્ય નિદાન અને આધુનિક સારવાર દ્વારા દર્દીઓને સ્વસ્થ જીવન તરફ દોરી જશે.



