કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીના માર્ગદર્શન અંતર્ગત IT 2.0નો પ્રારંભ
ડિજિટલ ઇન્ડિયા તરફ ભારતીય પોસ્ટની સફરમાં એક સીમાચિહ્નરૂપ શરુઆત
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન અંતર્ગત IT 2.0 અમલી છે. સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (APT)નો શરુઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ પોસ્ટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (અઙઝ) આધારિત સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગમાં આઇ.ટી. મોર્ડનાઇઝેશન પ્રોજેક્ટ 1.0ની સફળતાના આધારે લોન્ચ કરવામાં આવેલું નવું એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી પ્લેટફોર્મ માઇક્રો સર્વિસ આધારિત એપ્લિકેશન રજૂ કરે છે.
જેના કારણે પોસ્ટ ઓફિસમાં ઝડપી, વધુ વિશ્ર્વસનીય અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરે છે.
- Advertisement -
એ.પી.ટી. સુક્ષ્મ સેવાઓ, ઓપન એ.પી.આઇ આધારિત આર્કિટેક્ચર, બુકિંગથી ડિલિવરી સુધીનું તમામ ડિજિટલ નિવારણ, ચછ કોડ ચૂકવણીઓ, ઘઝઙ આધારિત ડિલિવરી, ડિલિવરીની ચોકસાઇ વધારવા માટે 10 અંકોના આલ્ફા ન્યૂમેરિક પીનથી સુસજ્જ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી ટેકનોલોજી અંગે 4.6 લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ એક જ દિવસમાં 32 લાખથી વધુ બૂકિંગ અને 37 લાખ ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. તેમ ગીર સોમનાથ પોસ્ટલ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.