સારવાર દરમિયાન બેદરકારી બદલ મહિલાઓના મોતનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ હેલ્થપલ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બેદરકારી દાખવવા બદલ બે મહિલા તબીબ સામે બી.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે શહરેના લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલ હેલ્થપલ્સ હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ થયેલ મહિલાઓની સારવારમાં બેદરકારી દાખવામાં આવતા બે મહિલાઓની કિડની ફેઈલ થવાના કારણે બંને મહિલાના મૃત્યુ નિપજ્યા હતા અને અન્ય બે મહિલાઓની કડીનીની ગંભીર બીમારી થઇ હતી.
આ મામલે ડો.ડાયના અજુડીયા અને ડો.હેમાક્ષી કોટડીયા તેમજ હોસ્પિટલ સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જેમાં ડો.હેમાક્ષી કોટડીયાએ જૂનાગઢ સેન્શન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
કોર્ટે સીટના રિપોર્ટના આધારે હોસ્પિટલ તથા તબીબની બેદરકારી રેકર્ડ પર આવ્યાની બાબતને ધ્યાને લઈને આગોતરા જામીન અરજીના મંજુર કરવાનો હુકમ કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ કેસમાં અગાઉ ડો.ડાયના અજુડીયાની આગોતરા જામીન અરજી ના મંજુર થઇ હતી જેથી તેણે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને હાઇકોર્ટે ના મંજુર કરી સેશન્સ કોર્ટના હુકમને યથાવત રાખ્યો હતો.