શ્રાવણ માસ આખો ભક્તિ અને શ્રદ્ધાનો મહિનો છે
29 જુલાઇના રોજ ઉત્તર ભારતના રાજ્યોમાં નાગ પાંચમનો તહેવાર ઉજવાશે
- Advertisement -
શ્રાવણ મહિનાની પાંચમના દિવસે નગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ઉત્તર ભારત અને ગુજરાતમાં આ બંને તહેવાર અલગ અલગ તિથી પર આવે છે. આજે ઉત્તર ભારતમાં નાગ પંચમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે.
શ્રાવણ માસ આખો ભક્તિ અને શ્રદ્ધાનો મહિનો છે. નાગ પંચમી પણ શ્રાવણ મહિનામાં જ આવે છે. અત્યારે આપના શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ગુજરાતમાં નાગ પાંચમ કૃષ્ણ પક્ષની પાંચમે ઉજવાય છે પણ તે સિવાય ઉત્તર ભારતના રાજ્યોમાં આજે નાગ પંચમીનો તહેવાર ઉજવાશે. આજના દિવસે નાગ કે સાપની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે લોકો ઉપવાસ રાખે છે, નાગની પૂજા કરે છે તેમને દૂધ પીવડાવે છે. નાગ પંચમીનું વ્રત ખૂબ ફળદાયી અને શુભ માનવામાં આવે છે.
આજે એટલે કે 29 જુલાઇના રોજ ઉત્તર ભારતના રાજ્યોમાં નાગ પાંચમનો તહેવાર ઉજવાશે. આ તહેવાર પવિત્ર શ્રાવણ મહિનામાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં 9 ઓગસ્ટના રોજ શ્રાવણ માસ પૂરો થઈ જશે. હિન્દુ પંચાંગ અનુસાર ઉત્તર ભારતમાં શુક્લ પક્ષ અને ગુજરાતમાં કૃષ્ણ પક્ષની પાંચમની તિથીએ આ તહેવાર ઉજવાય છે. હિન્દુ સંસ્કૃતિમાં નાગ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો છે. નાગને ભગવાન શિવ તેમના ગળામાં ધારણ કરે છે તેથી પણ આ તહેવાર ભારે ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાય છે. આજના દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે. અને પોતાના પરિવારની કુશળતા અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
- Advertisement -
નાગ પાંચમ તિથી (ઉત્તર ભારત માટે)
પંચાંગ અનુસાર નાગ પાંચમ તિથી 28 જુલાઇ એટલે કે ગઈ કાલ રાતના 11:24 થી શરૂ થઈ ગઈ છે અને તે આવતીકાલે 30 જુલાઇના રોજ 12:46 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથી અનુસાર નાગ પંચમ આજે 29 જુલાઇ એટલે કે આજે ઉજવાશે. આજે નાગ દેવતાની પૂજા કરવામાં આવશે.
નાગ પાંચમની પૂજા વિધિ
આ દિવસે સવારે સ્નાન ઇત્યાદિ પતાવીને શિવજીનું સ્મરણ કરો અને પછી શિવજીનો અભિષેક કરીને તેમને બીલીપત્ર અર્પણકારો. ત્યારબાદ શિવજીના ગળામાં રહેલા નાગની પૂજા કરો અને નાગને હળદર, ચોખા, ફૂલ વગેરે અપર્ણા કરો. ત્યારબાદચણા, પતાશા અને કાચું દૂધ ચઢાવો. ત્યારપછી ઘરના મુખ્ય દરવાજા પર છાણ, માટી કે ગેરુથી સર્પ આકારનું ચિત્ર બનાવો અને તેની પણ પૂજા કરો. ત્યારપછી ‘ऊं कुरु कुल्ले फट स्वाहा‘ મંત્રનો જાપ કરીને ઘરમાં જળનો છંટકાવ કરો.
નાગ પાંચમ પર કરો આ ઉપાય
આ દિવસે એક મોટી દોરી લઈને તેમાં 7 ગાંઠ મારીને સાપની પ્રતિકાત્મક કૃતિ બનાવો. તેને એક આસન પર સ્થાપિત કરો અને તેને કાચું દૂધ, ફૂલ વગરે ચઢાવો. ગૂગળનો ધૂપ કરો. ત્યારબાદ રાહન મંત્ર ‘ऊं रां राहवे नम:’ અને ‘ऊं कें केतवे नम:’ નો જાપ કરો અને ત્યાર પછી આ ગાંઠો ખોલતા જાવ. ત્યારબાદ આ દોરીને વહેતા જળમાં પધરાવી દો.
નાગ પાંચમનું મહત્ત્વ
હિન્દુઓ માટે નાગ પાંચમ એક પવિત્ર તહેવાર છે. આ દિવસે નાગની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે. તેના વિષ વાળા સ્વરૂપને અને સ્વભાવને કારણે નાગને દેવતા માનવામાં આવે છે. તેને સૌથી શક્તિશળી સરીસૃપ પણ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર નાગને પાતાળ લોકના દેવ કહેવાય છે અને પાતાળ લોક નાગનું નિવાસ સ્થાન ગણાય છે. આ ઉપરાંત પણ એવું માનવામાં આવે છે કે જેની કુંડળીમાં કાલ સર્પ યોગ હોય છે તે લોકોએ ખાસ નાગની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. નાગ રાજા વાસુકિ, જે ભગવાન શિવના ગળામાં બિરાજમાન છે. ઘણા લોકો દેવી મનસાની પૂજા કરે છે જે વાસુકિની બહેન છે અને ભગવાન શિવની માનસ પુત્રી માનવામાં આવે છે.