બાગાયતી પાકોમાં યોજનાકીય સહાય માટે ખેડૂત પોર્ટલ પર તા.૩૦/૯૨૧ સુધી અરજી કરવા રાજકોટની બાગાયત કચેરીનો અનુરોધ
રાજકોટ – આંતરરાષ્ટ્રીય ફળ-શાકભાજી વર્ષ નિમિત્તે બાગાયત સહાય લક્ષી યોજનાઓ થકી મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં વધારો કરીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે.
નવા ફળપાકનો વાવેતર વિસ્તાર વધારવા સહાય, ફળપાક પ્લાનિંગ મટીરીયલ સહાય, ટીસ્યુ કેળ, પપૈયા અને ખારેકની ખેતીમાં સહાય, હાઇબ્રીડ શાકભાજી તથા ફૂલપાક ઔષધીય સુગંધિત પાકોના વાવેતરમાં સહાય, વેલાવાળા શાકભાજીમાં ટેકા/મંડપ સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમા સહાય, બાગાયતી પાકોમાં પી.એચ.એમ માટે પેકીંગ મટીરીયલમા સહાય, ટુલ્સ ઇક્વિપમેન્ટ તથા ગ્રેડીંગના સાધનોમા સહાય, બાગાયતી ખેતી માટે પાવર ટીલર અને ટ્રેકટર માઉન્ટેડ સ્ર્પેયરની ખરીદી સહાય, બાગાયતી ખેતીમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણીના સંગ્રહના ટાકામાં સહાય, બાગાયતી પાકો માટે પ્લગ નર્સરી, નાની નર્સરી તથા હાઈટેક નર્સરી બનાવવા સહાય, નવા ટિસ્યુકલ્ચર લેબ તથા બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપનામાં સહાય, કોલ્ડ ચેનના આધુનિકરણ તથા ફંકશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા સહાય, કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ રૂમ, રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ વ્હીકલ, પ્રાઇમરી મિનીમલ પ્રોસેસીંગ યુનિટ, સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ તથા પ્રોસેસીંગ યુનિટ એકમોમાં સહાય જેવી અનેકવિધ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે.
- Advertisement -
બાગાયતદારો માટે ઉપરોક્ત તમામ તથા અન્ય બાગાયતી યોજનાઓનો લાભ તેમજ જાણકારી માટે www.ikhedut.gijarat.gov.in વેબસાઈટ પર મોબાઈલ, ઈ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાયબર કાફેમાંથી ઓનલાઈન અરજી તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં તથા પ્રોજેક્ટ બેઈઝ ઘટકો માટે ૩૧/૧૨/૨૦૨૧સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ જિલ્લા કચેરીએ પુષ્ટિ કરવાની રહેશે. વધુ માહિતી માટે રાજકોટ જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન 3, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.



