તાજેતરમાં જ ધો. 10 ની પરીક્ષા પૂર્ણ થવા પામી છે. તેમજ બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ પણ જાહેર કરી દેવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ ધો. 10 બાદ ડિપ્લોમાં એન્જીનીયરીંગમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવતા રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓએ સાયબર કાફે પર વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી.
ધો. 10 ની પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ હવે ડિપ્લોમાં ઈજનેરીની બેઠકો પર વર્ષ 2024-25 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. અગાઉનાં વર્ષોમાં ધો. 10 માં પાસ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કાર્યવાહીમાં ભાગ લઈ શકશે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 15 મે સુધી ચાલશે. પરંતું વિદ્યાર્થીઓ સી ટુ ડી માટે 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
- Advertisement -
રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે
વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી સમજાય તે માટે ઓન લાઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સરળ સમજૂતી https://acpde.gujarat.gov.in પર વિવિધ માહિતી, માર્ગદર્શિકા, વીડિયો લિન્ક પણ મૂકવામાં આવી છે. જેનાં આધારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી માર્ગદર્શન મેળવી શકશે.
અગાઉનાં વર્ષોમાં ધો. 10 માં પાસ થયેલ વિદ્યાર્થી પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે
તેમજ ધો. 10 પછીનાં ડિપ્લામાં મેટિર કઈ રીતે તૈયાર થશે તેની વાત કરીએ તો દર વર્ષે ધો. 10 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયની કુલ 300 માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસનાં આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. તેમડ સીટુડીમાં આઈટીઆઈ, ટીઈબીની પરીક્ષામાં અંતિમ વર્ષમાં ટ્રેડ થિયરી, વર્કશોપ કેલક્યુલેશન સાયન્સમાં મેળવેલા માર્ક્સનાં આધારે ઓવરઓલ મેટિર તૈયાર કરવામાં આવશે.