લોકહિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
વહીવટી ગૂંચને કારણે છેલ્લા 15 મહિનાથી થંભી ગયેલા બાંધકામ ઉદ્યોગને નવજીવન; હાર્ડવેરથી લઈને રોજમદારી વર્ગને મોટી રાહત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વિવિધ ધંધા સાથે સંકળાયેલા 10થી 12 જેટલા એસોસિયેશનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી સઘન રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે લોકહિતમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સહકાર દર્શાવતો નિર્ણય લીધો છે. છેલ્લા 15 મહિનાથી રાજકોટમાં વહીવટી ગૂંચને કારણે આશરે 15,000થી વધુ મિલકતો (જેમ કે મકાનો, રહેણાંક ફ્લેટ્સ, ઓફિસો, દુકાનો) ને ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ – ઈઈ) આપવાનું સ્થગિત થઈ ગયું હતું, જેને સરકારે તાત્કાલિક અસરથી ઉકેલી નાખ્યું છે.
કમ્પ્લીશન સર્ટીફીકેટ (ઈઈ) ન મળવાને કારણે રાજકોટનો બાંધકામ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. આની સીધી અસર બાંધકામ સાથે સંકળાયેલા 300થી વધુ નાના-મોટા વ્યવસાયો પર પડી હતી. હાર્ડવેર, કિચન એપ્લાયન્સ, રેતી, ઈંટ, કપચી, સિમેન્ટ, લાદી, ઇલેક્ટ્રિક, અને પ્લમ્બિંગ જેવા સામાનના હજારો વેપારીઓ લાંબા સમયથી કૃત્રિમ મંદીનો સામનો કરી રહ્યા હતા. તેમની આવક બંધ થઈ જવાથી કે અત્યંત ઓછી થઈ જવાથી તેઓ કલ્પના ન કરી શકાય તેવી નાણાકીય ભીડ અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હતા.
બાંધકામ ઠપ્પ થવાથી સૌથી મોટો માર રોજમદારી વર્ગને પડ્યો હતો. મજૂર, કડિયા, લાદી કાપતા-લગાવતા કારીગરો, કાચા માલ-સામાનની હેરફેર કરતા રિક્ષાવાળા, રેકડીવાળા, પ્લમ્બર અને ઇલેક્ટ્રિકના કારીગરો જેવા હજારો-લાખો લોકોની રોજમદારી બંધ થઈ ગઈ હતી. આના કારણે તેમના બાળકોના શિક્ષણ અને બીમાર કુટુંબીજનોની સારવારમાં પણ ઉણપ વર્તાતી હતી. આ ઉપરાંત, આ રોજમદારો પર નભતા નાના ચા-પાનાના ગલ્લા, કરિયાણા અને શાકભાજીના વેપારીઓના ધંધાને પણ મોટી અસર પડી હતી.
ઈઈ ન મળવાને કારણે આશરે 15,000 જેટલા યુનિટના ખરીદદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિવારોની લોનના છેલ્લા હપ્તા અટકી ગયા હતા અને ખરીદેલી મિલકતમાં રહેવા જઈ ન શકવાને કારણે તેમને લોનના હપ્તા અને ભાડાનો એમ બેવડો આર્થિક બોજ સહન કરવો પડ્યો હતો. આ આર્થિક સંકડામણને કારણે સામાન્ય નાગરિકો નિરાશ થઈને ડિપ્રેશનમાં આવવા લાગ્યા હતા. જે લોકોએ ઓફિસો ખરીદી હતી, તેઓ વ્યવસાય સમયસર શરૂ ન કરી શકવાના કારણે આર્થિક ભીડની સાથે સાથે માનસિક હતાશાનો પણ સામનો કરી રહ્યા હતા.
વળી, ઈઈ ન મળવાને કારણે ખરીદેલી મિલકતોના દસ્તાવેજો થઈ શક્યા નહોતા, જેના પરિણામે રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં મોટું ગાબડું પડ્યું હતું. નવું બાંધકામ અટકી જતાં વધારાની ઋજઈં પર સત્તામંડળને મળતી આવક તેમજ નવા હાઉસ ટેક્સની આવક પણ બંધ થઈ જતાં શહેરના વિકાસ પર પણ ગંભીર અસર પડી હતી. કારખાનાઓ અને વ્યવસાયોના હજારો કર્મચારીઓ પણ હપ્તા અને ભાડાની રકમનો બેવડો માર પડવાને કારણે નોકરીમાં સરખું ધ્યાન દઈ શકતા નહોતા, જેનાથી કારખાનાઓની ઉત્પાદકતા (ઙજ્ઞિમીભશિંદશિું) પર પણ નકારાત્મક અસર દેખાઈ રહી હતી.
સરકાર દ્વારા બિલ્ડરોને આકરો દંડ અને વહીવટી ગૂંચનો અંત
તમામ ગંભીર પરિબળોને ધ્યાને લઈને અને 10થી 12 એસોસિયેશનની માંગણીઓને સ્વીકારીને, સરકારે ભવિષ્યમાં આ પ્રકારની વહીવટી બેદરકારી ન થાય તે માટે બિલ્ડરોને આકરો દંડ કરી ભોગવટા પ્રમાણપત્રને લગતી વહીવટી ગૂંચ ઉકેલી નાખી છે. સરકારે લોકહિતમાં એક યોગ્ય અને ખૂબ જ સહકાર દર્શાવતો અસરકારક નિર્ણય લેતા તમામ અટકેલા ઈઈ ઇશ્યુ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને તમામ એસોસિયેશનોએ ઉત્સાહપૂર્વક વધાવીને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, જેનાથી રાજકોટના બાંધકામ અને આનુષંગિક ક્ષેત્રોમાં ફરીથી તેજી આવવાની આશા જાગી છે.
- Advertisement -