ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર જેવું મેસેજ રિએક્શન ફિચર પણ મળશે: વોઈસ કોલ માટે નવું ઈન્ટરફેસ, શેયર કરાયેલી તસવીર અને વીડિયોનો થશે રિવ્યુ.
વોટસએપ એન્ડ્રોઈડ, એપલ આઈઓએસ, વિન્ડોઝ અને વેબ યુઝર્સ માટે અનેક નવા ફિચર્સ ઉપર કામ કરી રહ્યું છે. વોટસએપ ઉપર આવનારા તમામ ફીચર્સ અને ફેરફારોને ટ્રેક કરનારી વેબસાઈટ વેબીટાઈન્ફોએ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે.
વોટસએપ ગ્રુપ એડમિન માટે એક નવા ચેટ ફીચર ઉપર કામ કરી રહ્યું છે. તેના આવવાથી વોટસએપ ગ્રુપ એડમિન પૂછયા વગર ગમે તે મેસેજ ડિલિટ કરી શકશે. આ પછી યુઝર્સને એક નોટ દેખાશે તેમાં લખેલું હશે કે ‘મેસેજને એડમિને ડિલિટ કરી નાખ્યો છે’
- Advertisement -
ડેસ્કટોપ અને વેબ યુઝર્સ માટે એક નવું સેફટી ફીચર લાવવાનો પ્લાન છે. વોટસએપ વેબ-ડેસ્કટોપ ઉપર ટુ-સ્ટેપ વેરિફિકેશન લાવી શકે છે. અજાણ્યા લોકો માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન એક વૈકલ્પીક ફીચર છે જે તમારા વોટસએપ એકાઉન્ટને વધુ સેફ બનાવે છે. ટુ-સ્ટેપ વેરિફિકેશન પી તમને એસએમએસ અથવા ફોન કોલ દ્વારા મળનારા 6 આંકડાના વેરિફિકેશન કોડથી અલગ હોય છે. જ્યારે તમે તમારા વોસટએપ એકાઉન્ટમાં લોગ ઈન કરો છો તો આ કોડની જરૂર હોય છે અને તેને અજાણ્યા એક્સેસથી રોકવામાં મદદ મળે છે. વોટસએપ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર ઉપર ઉપલબ્ધ લોકોની જેમ જ મેસેજ રિએક્શન લાવી રહ્યું છે.
આ ફીચર યુઝર્સને મેસેજ અંગે પ્રતિક્રિયા આપવા દેશે. યુઝર્સે માત્ર એ મેસેજને ટેપ અને હોલ્ડ કરવાનો રહેશે જેના પર તે પ્રતિક્રિયા આપવા માંગે છે અને તેમાં પોતાની આંગળીને આ ઈમોજી ઉપર રાખવી પડશે. રિએક્શન ટેક્સ્ટની નીચે દેખાશે અને ગ્રુપના તમામ મેમ્બર્સને પણ જોવા મળશે. એન્ડ્રોઈડ-એપલ આઈઓએસ યુઝર્સ માટે વોટસએપ નવું એમિમેટિંગ હાર્ટ ઈમોજી ઉપર કામ કરી રહ્યું છે. અત્યારે યુઝર્સ રેડ હાર્ટવાળું ઈમોજી યુઝ કરે છે જેમાં તેને એક એનિમેટેડ હાર્ટ જોવા મળતું હોય છે. અત્યારે આ રેડ કલરનું હાર્ટ ઈમોજી સુધી જ સીમિત છે.
કમ્યુનિટી ફીચર ગ્રુપ એડમિનને વધુ કંટ્રોલ કરશે. આ ફીચરથી ગ્રુપની અંદર ગ્રુપ બનાવવાનો વિકલ્પ મળે છે. આ ઘણે અંશે અમ્બ્રેલા ડિસ્કોર્ડ કમ્યુનિટી જેવું હશે. વોટસએપ કંપની રિ-ડિઝાઈડ કરવામાં આવેલા કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન સેક્શનમાં એક નવું સર્ચ શોર્ટકટ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. નવું સર્ચ શોર્ટકટ વીડિયો કોલ આઈકનની આગળ જોડવામાં આવશે. તમે તેને ગ્રુપ ઈન્ફો સેક્શનમાં પણ નવું શોર્ટકટ જોઈ શકશો. અત્યારે આ સર્ચ બટન એપની હોમસ્ક્રીન ઉપર મળે છે. તમે આ ફીચરનો ઉપયોગ કરીને કોઈ પણ મેસેજને સર્ચ કરી શકશે.
- Advertisement -
નવું વોટસએપ શોર્ટકટ તમને સ્ટેટસ પ્રાઈવસી સેટિંગ્સને મેનેજ કરવા દે છે. નવું શોર્ટકટ નવા કેપ્શન બાર સાથે કામ કરશે જેના ઉપર કામ ચાલી રહ્યું છે. શોર્ટકર્ટ એ યુઝર્સની લિસ્ટને એડિટ કરવાની પરમીશન આપે છે જે શેયર કરાયેલા પોતાના સ્ટેટસને જોઈ શકશે. જ્યારે તમે સ્ટેટસ ઉપર ટેપ કરશે તો તમને સ્ક્રીનની નીચે આવનારું શોર્ટકટ દેખાશે. શોર્ટકટ સાથે વોટસએપ કોન્ટેક્ટને પણ ઝડપથી પસંદ કરી શકાશે. વોટસએપ ચેટમાં શેયર કરાયેલા ડોક્યુમેન્ટ માટે એક રિવ્યુ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.
અત્યારે તમે કોઈ ડોક્યુમેન્ટના રૂપમાં મોકલાયેલા ફોટો અથવા વીડિયોને ખોલ્યા વગર તેને જોઈ શકતાં નથી. રિવ્યુ એના જેવો હશે જે ત્યારે દેખાશે જ્યારે તમે કોઈ પીડીએફ ફાઈલને વોટસએપ ઉપર ડોક્યુમેન્ટના રૂપમાં શેયર કરો છો. વોટસએપ એક એવા ફિચર ઉપર કામ કરી રહ્યું છે જે યુઝર્સને પોતાના વોટસએપ સ્ટેટસના રૂપમાં અને અલગ ચેટ કે ગ્રુપ સાથે સિંગલ વિન્ડોમાં શેયર કરે છે.