સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2001માં Ph.D કરનાર ડોક્ટર સતીશ થમ્પીએ પાપા નામનું પેલોડ બનાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સંશોધકો દેશ વિદેશમાં તેમના સંશોધન જ્ઞાન થકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડંકા વગાડી રહ્યા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સમસ્ત વિશ્વમાં ગૌરવ પ્રદાન કરી રહ્યા છે તાજેતરમાં જ ઈસરોના વૈજ્ઞાનિકો મારફત સૂર્યનો અભ્યાસ કરવા પ્રતિભાશાળી મિશન આદિત્ય એલ 1 સફળતા પૂર્વક તારીખ 2 સપ્ટેમ્બર લોન્ચ કરી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે ત્યારે આ મિશનમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફિઝિક્સ ભવનના એમએસસી અને પીએચડીના વિદ્યાર્થી વૈજ્ઞાનિક ડો. સતીશ થમ્પીએ પાપા નામનું પે લોડ તૈયાર કરેલું છે તે રાષ્ટ્ર માટે ગૌરવપ્રદ છે. ડોક્ટર સતીશ થંપી એ કરેલ સંશોધન તેમના સંશોધન પત્ર માંથી મળેલ માહિતી મુજબ કેવી રીતે કામ કરશે તે અહીં સરળ ભાષામાં વર્ણવેલ છે. સૌર પવન એ ચુંબકીય પ્લાઝ્મા છે જેમાં ચાર્જ થયેલા કણો (પ્રોટોન, આલ્ફા કણો, ઇલેક્ટ્રોન અને ભારે આયનાઇઝ્ડ અણુઓ, જેમાં ચુંબકીય ક્ષેત્ર એમ્બેડેડ હોય છે)નો સમાવેશ થાય છે.
- Advertisement -
વૈજ્ઞાનિક ડૉ.થમ્પી રાજકોટ આવશે
આગામી ઓક્ટોબર કે નવેમ્બર માસ દરમિયાન રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માર્ગદર્શન આપશે. વર્ષ 2001માં પીએચ.ડી પૂરું કર્યા બાદ તેઓ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા હતા.



