ફેન્સ જેની રાહ જોઈ રહ્યાં હતાં એવી ફિલ્મ આદિપુરુષનું ટ્રેઈલર રિલીઝ થઈ ગયું છે. ભગવાન રામનાં પાત્રમાં જોવા મળ્યાં પ્રભાસ.
પ્રભાસ અને કૃતિ સેનન-ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહ્યાં છે સૈફ અલી ખાન અનેક વિવાદોનો સામનો કરેલ આ ફિલ્મ રિલીઝ થવાની માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આજે આદિપુરુષ ફિલ્મનું ટ્રેઈલર લૉન્ચ થઈ ચૂક્યું છે જેને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ટ્રેલરને ટી-સીરીઝનાં ઓફિશિયલ યૂટ્યૂબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 16 જૂન 2023નાં રોજ તમામ થિયેટર્સમાં રિલીઝ થશે.
- Advertisement -
આદિપુરુષનું ટ્રેલર ધમાકેદાર
ટ્રેલરની શરૂઆત થતાં જ તમારું હ્દય થોડી ક્ષણો માટે ધબકારા ચૂકી જશે. મંગલ ભવન અમંગલહારીનાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિકની સાથે આ ટ્રેલરની ધમાકેદાર શરૂઆત થાય છે. તેના બાદ એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાનદાર સીન્સની સાથે બેકગ્રાઉન્ડ વોઈઝમાં સંભળાય છે કે આ કહાણી છે મારા ભગવાન શ્રીરામની..તેમની જે માનવથી ભગવાન બની ગયાં.
ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનું પાત્ર
આ સાથે જ ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનો ચમકતો ચહેરો નજરે પડે છે. જેના બાદ વોઈસ ઓવર સંભળાય છે કે જેમનો ધર્મે તોડ્યો અધર્મનો અહંકાર, ગાથા એ રઘુનંદનની.
- Advertisement -
‘આદિપુરુષ’નું ટ્રેલર રિલીઝ પહેલાં જ થયું હતું લીક
જો કે ટ્રેલરનાં ઓફિશિયલ રિલીઝ પહેલાં જ તે સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો. મેકર્સ દ્વારા હૈદ્રાબાદમાં આ ટ્રેલરની એક સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવી હતી. એ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.