વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એનસીઆરના લોકોને રૈપિડ રેલ ‘નમો ભારત’ની ભેટ આપી છે. આ ટ્રેનને લીલી ઝંડી આપતા વડાપ્રધાન મોદીએ આ ટ્રેનમાં સાહિદાબાદથી દુહાઈનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદીએ ટ્રેનમાં હાજર બાળકો સાથે વાતચીત કરી હતી. દુહાઇથી પરત સાહિદાબાદ ફરતા સમયે વડાપ્રધાન મોદીએ સભા સ્થળ સુધી પહોંચવા માટે એક રોડ શો પણ કર્યો હતો. જેમાં તેઓ ખુલ્લા જીપમાં ઉભા રહીને હાથ હલાવી લોકોનવું સ્વાગત કરી રહ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi greets the people gathered for his public rally in Sahibabad, Uttar Pradesh. pic.twitter.com/TtVMRXI7tP
- Advertisement -
— ANI (@ANI) October 20, 2023
હાલમાં વડાપ્રધાન મોદી એક ઉદઘાટન સ્થળ પાસે એક જનસભાને સંબોધિત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, આ પરિયોજનાનું શિલાન્યાસ અમે વર્ષ 2019માં કર્યું હતું અને અમે તેનું ઉદઘાટન કરી રહ્યા છીએ. નમો ભારત ટ્રેનમાં આધુનિકતા અને અદભૂત સ્પીડ પણ છે. નવા ભરતના નવા સફર અને નવા સંકલ્પોને પરિભાષિત કરી રહી છે. મારું હંમેશાથી માનવું છે કે, ભારતનો વિકાસ રાજ્યોના વિકાસથી જ સંભવ છે.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi interacts with school children and crew of RapidX train – 'NaMo Bharat' – connecting Sahibabad to Duhai Depot, onboard the train.
He inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor and flagged off NaMo Bharat at… pic.twitter.com/o6GQp7wMav
— ANI (@ANI) October 20, 2023
તેમણે આગળ જણાવ્યું કે, નમો ભારત ટ્રેન આ વાતનું પ્રમાણ છે કે આ દેશની આર્થિક તાકાત વધી છે તો કેવી રીતે દેશની તસ્વીર બદલી રહી છે. મને આ આધુનિક ટ્રેનની યાત્રાનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. મે તો મારૂ બાળપણ રેલ્વે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે અને આજે રેલ્વેનું આ નવું રૂપ મને આનંદિત કરે છે. અમારે અહિંયા નવરાત્રીમાં શુભ કાર્યની પરંપરા છે. દેશની પહેલી નમો ભારત ટ્રેનને પણ માં કાત્યાનીના આશીર્વાદ મળશે. આ નવી ટ્રેનમાં ડ્રાઇવરથી લઇને બધા કર્મચારી મહિલાઓ છે. આ ભારતની નારી શક્તિના વધતા પગલાનું પ્રગતિ છે.
#WATCH | Sahibabad, Uttar Pradesh | PM Narendra Modi says, "On this new train (Namo Bharat), from driver to the entire crew – they are all women. This is the symbol of growing women empowerment in India." pic.twitter.com/tchBtiqmqw
— ANI (@ANI) October 20, 2023