પરિક્રમા રૂટ પર 37 દર્દીઓની તબિયત લથડતાં સારવાર અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જુનાગઢ જિલ્લામાં ગિરનાર પરિક્રમાના પ્રથમ દિવસે 108 ઈમરજન્સી સેવાએ કુલ 123 જેટલા દર્દીઓને આરોગ્યલક્ષી ઇમર્જન્સી સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં પરિક્રમા ને લગતા દર્દીઓની અંદાજિત સંખ્યા 37 જેટલી હતી પરિક્રમા રૂટ પર કુલ આઠ જેટલી 108 સેવા સ્થળાંતર કરવામાં આવેલ છે.
- Advertisement -
પરિક્રમા દરમિયાન ભવનાથ પોલીસ સ્ટેશન, મેંદપરા, બીલખા રામનાથ મંદિર, ભવનાથ એન્ટ્રીગેટ, કાળવા ચોક તરફ, ભવનાથ પાર્કિંગ, રેલ્વે સ્ટેશન, ગિરનાર પર્વત પાસે, વંથલી બાયપાસ હાઈવે 108 કર્મી ખડેપગે રહીને સેવા આપી રહ્યા છે.જેમાં પરિક્રમાને લગતા 37 જેટલા દર્દીઓને પરિક્રમા રૂટ પર સ્થળાંતર કરવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા સેવા આપી હતી પરિક્રમા રૂટ પર સેવા આપેલ દર્દીઓની વિગતમાં કાર્ડિયાકને લગતા 6, ટ્રોમાને લગતા 8, મેડિકલ ઇમરજન્સી 15, સ્કોર્પિયન સાપ 3 અને વીંછીના 5 કેસ સામે આવ્યા હતા જયારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 33 દર્દીઓને અને ભેસાણ સીએચસી સેન્ટરમાં 4 દર્દીઓને દાખલ કર્યા હતા આમ પરિક્રમા દરમિયાન જૂનાગઢ જિલ્લા 108 ટિમના ઇએમટી અને પાયલોટ ખડેપગે રહીને સેવા આપી રહ્યા છે.



