શહેરની 21 પેઢીઓના અને ગ્રામ્યની 8 પેઢીના ફૂડના નમૂના મિસ બ્રાન્ડેડ થતા 33,78,500 લાખનો દંડ ફટકારાયો
રાજકોટના નિવાસી અધિક નિવાસી કલેકટર કેતન ઠકકરે તાજેતરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ સંબંધી કેસ ચલાવી જુદી-જુદી કંપનીઓને 33,78,500 લાખનો દંડ ફટકાર્યો છે.
ઉત્પાદન કંપનીઓ દ્વારા જે ખાદ્ય પદાર્થની પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવતું હતું તેને મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં આવતી 21 પેઢીઓને 28.33 લાખ અને ગ્રામ્યની 8 પેઢીઓને ત્યાં 5.45 લાખનો દંડ ફટકાર્યો છે, ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉપરોકત પેઢીમાંથી લેવાયેલ નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર થયા બાદ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ અગાઉ પણ બે પેઢીઓને 13.75 લાખનો દંડ ફટકારાયો હતો. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ બનાવતી કંપનીઓ તથા તેનું ઉત્પાદન કરતી કંપની ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે કેસના ચુકાદા રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે.


