અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં રાજકોટ એઈમ્સ હોસ્પિટલની કામગીરી અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરાઈ
રાજકોટ – આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા નિર્માણાધિન રાજકોટ એઈમ્સ હોસ્પિટલની કામગીરીની વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ એઈમ્સ હોસ્પિટલને વીજ પુરવઠો તથા પાણી પુરવઠો પૂરો પાડવા અંગે, એઈમ્સ હોસ્પિટલ તરફ જતાં રસ્તાઓની કામગીરીની પ્રગતિ, બસ સ્ટોપ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ અને સાઈનેજીસ બોર્ડ અંગે આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદિપ સિન્હા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેરી સત્તા વિકાસ સત્તા મંડળ (રૂડા), પાણી પુરવઠા બોર્ડ- જામનગર, પી.જી.વી.સી.એલ-રાજકોટ, જેટકો-રાજકોટ વગેરે વિભાગના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
- Advertisement -