ઇડીએ આપ નેતા સંજય સિંહના નજીકના સાથીઓને આબકારી નીતિ કેસમાં સમન જાહેર કર્યું છે. કારણકે સંજય સિંહને કોર્ટએ 5 દિવસના રિમાન્ડ મોકલ્યા છે. એવામાં ઇડીએ આ કેસમાં સબૂત એકઠા કર્યા છે. જેના માટે સંજય સિંહએ નજીકના સર્વશ મિશ્રા અને વિવેક ત્યાગીને નોટીસ મોકલી છે. જેથી આમને -સામને બેસાડીને પૂછપરછ થઇ શકે. જાણકારી મુજબ સંજય સિંહએ સર્વેશને એક કરોડ રૂપિયા આપ્યા છે.
કોર્ટએ સંજય સિંહને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા
ઇડીએ સંજય સિંહની ધરપકડ કરીને 10 ઓક્ટોમ્બર સુધી મોકલી દીધા હતા. આ કેસમાં ઇડીએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, અદાલતમાં સુનાવણી દરમ્યાન ઇડીની સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. રાઉજ એવન્યૂ કોર્ટએ વિશેષ ન્યાયધીશ એમકે નાગપાલની સામે સંજય સિંહની કડક સુરક્ષામાં હાજર કર્યા હતા. ઇડીએ સંજય સિંહના 10 દિવસના રિમાન્ડ માંગતા કહ્યું કે તેઓ કેસમાં જોડાયેલા છે.
- Advertisement -
રિમાન્ડ પહેલા ઇડીના વકિલ રાખી શરત
ઇડીના વકિલે કહ્યુ કે, સંજયના ઘરેથી કેટલાય દસ્તાવેજ જપ્ત કર્યા છે. સાક્ષીઓ અને અન્ય આરોપીઓને સમામે-સામે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડ લેવામાં આવ્યા છે. અદાલતે ઇડીથી પ્રશ્ન કર્યો છે કે કેસ ઘણો જુનો છે અને જો તમારી પાસે સાક્ષી છે તો ધરપકડમાં આટલી વાર કેમ લાગે છે?
સાક્ષી દિનેશ અરોડા, સંજય સિંહના નજીકના છે. ઇડીના કેસમાં 239 સ્થળો પર તપાસ અભિયાન ચાલુ છે, આરોપ લગાવવામાં આવ્યા છે કે, સંજયના ઘરે બે વખત બે કરોડની લેવડ-દેવડ થઇ હતી. સંજયના કર્મચારી સર્વેશએ પેસા લીધા છે. સંજય સિંહના ફોનમાં ડેટા મળેલો છે.
#WATCH | An associate of AAP MP Sanjay Singh, Sarvesh Mishra arrives at the ED office in Delhi.
- Advertisement -
He says, "Truth will triumph."
ED has summoned three associates of Sanjay Singh to join the investigation – Vivek Tyagi, Sarvesh Mishra and Kanwarbir Singh. pic.twitter.com/9hHvn9A8MQ
— ANI (@ANI) October 6, 2023
જો હું દોષિ છું તો સજા આપવામાં આવે- સંજય સિંહ
સંજય સિંહના વકિલ મોહિત માધુરે રિમાન્ડનો વિરોધ કરતા કહ્યું કે, ઇડીના પાસે એક પણ સબૂત નથી. આ એક રાજનૈતિક કેસ છે. એક વર્ષથી તપાસ ચાલુ છે છતાં અદાલતના સમક્ષ કોઇ સાક્ષી હાજર નથી. એકમાત્ર દિનેશ અરોડના નિવેદન પર સંજય સિંહને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, અરોડા આ પહેલા સીબીઆઇ અને ઇડીની ધરપકડ કરી હતી. જેઓ અચાનક સાક્ષી બન્યા.
છેલ્લા સાક્ષીને કેમ મારૂ નામ આટલું મોડું યાદ આવ્યું: સંજય સિંહ
જયારે સંજય સિંહએ અદાલતના સમક્ષ કહ્યું કે, હું એટલો અજાણ્યો નથી કે સાક્ષીને મારૂ નામ યાદ ના આવે. દિનેશ અરોડાને પણ મારૂ નામ યાદ નથી આવ્યુ. અચાનક એવું લાગ્યુ કે, તેમને સમગ્ર નિવેદન મારી વિરૂદ્ધ આપ્યુ છે. જો મારી ભઊલ હોય તો મને સજા આપો. જયારે અદાલતમાં હાજર થવા દરમ્યાન ઇડીએ માડિયા સાથે વાત કરવા નથી દીધી. જો કે સમંજય સિંહને કોર્ટમાં જતા કહ્યું કે, આ મોદીજીનો અન્યાય છે. મોદીજી ચુંટણી હારી રહ્યા છે એટલો આવું કરી રહ્યા છે.