FCBA–2024 દ્વારા આયોજીત કાર્યક્રમ અંતર્ગત બેંકને ઇંછ ઈંગગઘટઅઝઈંઘગ કેટેગરીમાં એવોર્ડ એનાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ગૌરવવંતુ નામ ધરાવતી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની ગૌરવગાથામાં આજે એક નવું પરિમાણ ઉમેરાયેલ છે. ભારતભરની મધ્યમ સાઈઝની અનેક કો-ઓપરેટીવ બેંકો પૈકી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ને HR INNOVATION કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરી એવોર્ડથી નવાજવામાં આવેલ છે.
તાજેતરમાં લખનૌ મુકામે ગઈઇજ- નેશનલ કો-ઓપ બેંકિંગ સમીટ દ્વારા ભારતભરની સહકારી બેંકો માટે આયોજીત NCBS-2024 એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. આ સમારંભમાં એવોર્ડ માટેની વિવિધ કેટેગરી માટે 400 વધારે નામાંકન આવેલ, તે પૈકી FCBA-2024 કેટેગરીમાં ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ની પસંદગી થયેલ. આ એવોર્ડ ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.ને મળતાં બેંકનાં કર્મચારીઓ / ગ્રાહકો તથા શુભચ્છ્કોમાં આનંદ-ઉત્સાહની લાગણી છવાઈ ગયેલ છે.
- Advertisement -
આજનાં વર્તમાન ટેકનોલોજીનાં સમયમાં ઇંછ વિભાગમાં પણ ટેકનોલોજીનો દરેક સ્તરે અમલ કરી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. દ્વારા ઇંછ વિભાગમાં અસરકારક હ્યુમન રીસોર્સીઝ મેનેજમેન્ટ માટે ઇંછખજ સોફ્ટવેરનાં અમલ દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ કામગીરી કરવામાં આવી રહી છે. HRMS સોફ્ટવેર હ્યુમન રીસોર્સીઝ મેનેજમેન્ટ માટે મોટી સાઈઝની સંસ્થાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેના દ્વારા બેંકમાં HR INNOVATION, રજાઓનું મેનેજમેન્ટ વગેરે અંગેની પોલીસીઓનો અસરકારક અમલ કરાવવામાં આવી રહ્યો છે. આ સમારંભ મુખ્ય મહેમાન તરીકે HRMSનાં સેન્ટ્રલ બોર્ડનાં ડીરેક્ટર અને સહકાર ભારતીના સ્થાપક સભ્ય સતીષ મરાઠે તેમજ 40થી વધારે બેંકિંગ ક્ષેત્રનાં નિષ્ણાંતો હાજર રહેલ.
આ સમારંભમાં અનેક બેંકોના અધિકારીઓ / પદાધિકારીઓની હાજરીમાં લખનૌ મુકામે બેંકના એચ.આર. હેડ ભિષ્મરાજસિંહ ઝાલા, ડેપ્યુટી જનરલ મેનેજર સંજીવ વિરપરિયા અને આસી. જનરલ મેનેજર સચિન વ્યાસ સાથે આ એવોર્ડ સ્વીકારી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. તથા સમગ્ર સહકારી ક્ષેત્રનું ગૌરવ વધારેલ છે. જુલીબેન સાવલીયાએ આ તબક્કે તેઓની તમામ સફળતાનો શ્રેય બેંકના ચેરમેન હર્ષદભાઈ માલાણી તથા બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સના સતત માર્ગદર્શન તેમજ ગ્રાહકોના અતૂટ વિશ્વાસ અને બેંકના તમામ કર્મચારી પરિવારના ટીમવર્ક તથા શુભેચ્છકોનાં સાથ-સહકારને આપેલ છે. આ એવોર્ડ સાથે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ઉપર શુભેચ્છાઓનો ધોધ શરુ થયેલ છે તેનો પણ ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ના સીઈઓ જુલીબેન સાવલીયા આ તબક્કે આભાર માને છે તેવી એક અખબારી યાદીમાં જણાવે છે.



