સવારે ઉઠ્યા બાદ જો તમે આ ફૂડ્સને પોતાની ડાયેટમાં સામેલ કરી લો તો સ્વસ્થ્ય રહેવાની સાથે તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.
સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. દિવસનું પહેલું ભોજન કે બ્રેકફાસ્ટ હેલ્ધી હોવું જોઈએ કારણ કે આપણું પેટ તે સમયે ખાલી હોય છે. સવારે ઉઠીને સૌથી પહેલા ખૂબ પાણી પીવું જોઈએ. સવારે આપણે જે પણ કાંઈ ખાઈએ તે પોષણથી ભરપૂર હોવું જોઈએ.
- Advertisement -
દિવસની શરૂઆત હેવી ભોજન કરવાની જગ્યા પર લાઈટ ભોજનથી કરવી જોઈએ. સવારે ઉઠ્યા બાદ જો તમે આ ફૂડ્સને પોતાની ડાયેટમાં શામેલ કરી લો છો તો સ્વસ્થ્ય રહેવાની સાથે જ આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.
દિવસની શરૂઆત કરો આ વસ્તુઓથી
બદામ
- Advertisement -
સવારે પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો રહે છે. તેમાં ઘણા જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે. દિવસની શરૂઆત સારી કરવી છે તો સવાર-સવારમાં 5થી 10 બદામ ખાઓ. આખી રાત બદામ પલાળવાથી તેનું ન્યૂટ્રિશન વધી જાય છે. સવારે બદામ ખાવાથી ભૂખ પણ જલ્દી નહીં લાગે. પલાળ્યા વગરની બદામ ખાવાથી પાચન સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે.
ખજૂર
દિવસની શરૂઆત એનર્જીની સાથે કરવી છે તો ખજૂરને પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરો. ખજૂરમાં ખૂબ જ પોષક તત્વો હોય છે અને ઘણી બીમારીઓ પણ દૂર રાખે છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને મજબૂત કરે છે તેના ઉપરાંત ખજૂર કબજીયા અને અપચા જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે.
ચિયા સીડ્સ
નાના દેખાવા ચિપાના બીજ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે કારણ કે તેમાં બધા બીન જરૂરી એમીનો એસિડ હોય છે. ચિયા સીડ્સ શરીર માટે જરૂરી ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બીથી ભરપૂર છે. એક ચમચી ચિયા સીડ્સને આખી રાત પાણીમાં પલાળી રાખો અને તેને સવારે ખાઈ લો. તેને સ્મૂદી, તાજા ફળો અને નાસ્તામાં નાખીને પણ ખાઈ શકાય છે.
પપૈયુ
સવારે ખાલી પેટ પપૈયું ખાવુ ખૂબ જ સારૂ માનવામાં આવે છે. પપૈયામાં ક્લીંઝિંગ ગુણ હોય છે અને તે પેટને સાફ કરવામાં મદદ કરે છે. પપૈયું સ્કિન માટે પણ ખૂબ જ સારૂ માનવામાં આવે છે. પપૈયુ ખાવાના એક કલાક બાદ કંઈ પણ ન ખાવ. ખાલી પેટે પપૈયુ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દૂર થાય છે.