ચિફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે અશ્ર્વની ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (અઙજઊણ), એ હાલના સીઈઓ કરણ અદાણીને મેનેજિંગ ડિરેક્ટરપદે નિયુક્ત કર્યા છે, આ પદ ઉપર અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી હતા.આ સાથે ગૌતમ અદાણીને અઙજઊણ ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન યુટિલિટીઓમાંની એક છે.
2009માં મુંદ્રા પોર્ટ ખાતે અદાણી ગ્રુપ સાથે પોતાની કારકિર્દીનો આરંભ કરનાર કરણ અદાણીએ 2016માં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.આ પદ ઉપરના તેમના કાર્યકાળમાં કરણ અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (અઙજઊણ) એ નોંધપાત્ર વિકાસનો સમયગાળો અનુભવ્યો છે. જે પછી અદાણી પોર્ટ્સ અને સેઝએ તેના પોર્ટસના પોર્ટફોલિયોમાં ભારતમાં 4 બંદરો અને ટર્મિનલ્સ ઉપરાંત 1 શ્રીલંકામાં અને 1 ઇઝરાયેલમાં ઉમેરા સાથે ઝડપથી વિસ્તાર કરી દેશના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક વિસ્તરણ અને ભાગીદારી સાથે અદાણી પોર્ટ્સ અને સેઝ ભારતના દરિયાકાંઠે 14 બંદરો અને ભારતની બહાર 2 બંદરોના પ્રસાર સાથે ભારતનું સૌથી ઝડપથી વિકસતું અને ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર બની ગયું છે. અઙજઊણની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડએ ભારતમાં સૌથી મોટી અને સૌથી વધુ વૈવિધ્યસભર ખાનગી રેલ ઓપરેટર છે, જે લોજિસ્ટિક્સ અને બંદર બંનેમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. અઙજઊણના બોર્ડે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિસાન મોટર્સના ભૂતપૂર્વ વૈશ્વિક ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વની ગુપ્તાની નિમણૂકને પણ મંજૂરી આપી છે.
વિશ્ર્વભરમાં મુખ્ય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અશ્વની ગુપ્તાનો નોંધપાત્ર ટ્રેક રેકોર્ડ છે અને તેઓ ઓટોમોટિવ, રિટેલ અને ઉત્પાદન ક્ષેત્રોમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ વૈશ્વિક સ્તરે વિદ્યુતીકરણ, ઓટોનોમસ ડ્રાઇવિંગ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી ગ્રાહક ઉકેલોનું નેતૃત્વ કરનાર એક સ્વીકૃત લિડર તરીકે ઉભરી આવ્યા છે. સમૃધ્ધ કારકિર્દી સાથે તેઓ ઉર્જા સંક્રમણ અને ગ્રાહક કેન્દ્રિતતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉદ્યોગની સ્થિરતા, નવીનતા અને પરિવર્તનમાં મોખરે રહ્યા છે.