– હિડનબર્ગની રિપોર્ટ પછી શેરમાં 60% સુધીનો ઘટાડો
હિડનબર્ગની રિપોર્ટ પ્રસારિત થયા પછી અત્યાર સુધીના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટ વર્થને મોટો ફટકો લાગ્યો છે. જ્યાં કેટલાક સમય પહેલા દુનિયાના અમીરોની લિસ્ટમાં ત્રીજા નંબર પર હતા, જે હવે ટોપ 20માંથી પણ બહાર થઇ ગયા છે.
- Advertisement -
બ્લૂમબર્ગની બિલનેયર ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી ટોપ 20 અબજોપતિની લિસ્ટમાંથી બહાર થઇ હાલ 22માં નંબર પર પહોંચી ગયા છે. ગૌતમ અદાણીએ એક જ દિવસમાં 10 અબજ ડોલરનું નુકસાન થયું છે. જ્યારે બીજી તરફ ફંસબુકના સ્સ્થાપક ઝુકરબર્ગની સંપત્તિમાં 12.5 અબજ ડોલરનો ફાયદો થયો છે, જયારે હવે તેઓ દુનિયાના અબજોપતિની લિસ્ટમાં 13માં સ્થાને પહોંચી ગયા છે.
અદાણીની નેટવર્થમાં 58 અબજ ડોલરનો ઘટાડો
સપ્ટેમ્બરમાં અદાણીની નેટવર્થ 155.7 અબજ ડોલર હતી. સોમવારના નેટવર્થ 92.7 અબજ ડોલર હતી. ડિસેમ્બર સુધી દુનિયાના સૌથી મોટા અબજોપતિઓમાં અદાણી એક જ એવા અમીર હતા કે, જેમની સંપત્તિમાં વધારો નોંધાયો હતો. અદાણી હવે દુનિયાના અબજોપતિની લિસ્ટમાં 22માં નંબર પર પહોંચી ગયા છે.
હિંડનબર્ગની રિપોર્ટ અનુસાર,
25 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગએ અદાણી ગ્રુપના સંબંધમાં 32 હજાર શબ્દોમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં 88 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સમૂહ દશકોથી શેરના હેરફેર અને એકાઉન્ટની છેતરપિંડીના કેસમાં સામેલ છે. ત્રણ વર્ષમાં શેરની કિંમત વધવાથી અદાણી સમૂહના સંસ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ એક અબજ ડોલરથી વધીને 120 અબજ ડોલર થઇ ગઇ છે. આ દરમ્યાન સમૂહની 7 કંપનીઓના શેર લગભગ 879 ટકા વધી ગયા છે.