અદાણીની સંપત્તિ 90 અબજ ડોલર, જ્યારે અંબાણી પાસે 89.8 અબજ ડોલર
છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ છવાયો છે, જેને પગલે રિલાયન્સના શેર્સ સતત ઘટી રહ્યા છે. એની અસર રૂપે મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટા પ્રમાણમાં ધોવાણ થયું અને આથી આજે 25 જાન્યુઆરી 2022ના રોજ ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સનાં રિયલ ટાઈમ નેટવર્થ ડેટા મુજબ, અદાણીની વેલ્થ 90 અબજ ડોલર છે, જ્યારે અંબાણીની સંપત્તિ 89.8 અબજ ડોલર છે.