અદાણી ગ્રૂપ અને ઉબેરનું જોડાણ દેશમાં EV ક્ષેત્રે ક્રાંતિ સર્જશે
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને કેબ બુકિંગ એપ કંપની ઉબેરના સીઈઓ દ્વારા ખોસરોશાહી વચ્ચેની બેઠક બાદ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં થયેલી આ ખાસ મુલાકાત બાદ બંને કંપનીઓએ સાથે મળીને કામ કરવાના સંકેત આપ્યા છે. બંને ઉદ્યોગ નેતાઓએ ભારતના વિકાસ અને વિઝન પર ચર્ચાઓ કરી દેશમાં ઊટ ટ્રાન્ઝિશનને વેગ આપવા મોબિલિટી સર્વિસ પ્રોવાઈડર બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અદાણી ગ્રૂપે ઇ-બસના કાફલાઓમાં બીડ કરીને ઇલેક્ટ્રિક માસ મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ઉબેર સાથેનું જોડાણ અદાણી ગ્રૂપના રિન્યુએબલ એનર્જી પુશ સાથે સારી રીતે બંધબેસે છે. તે સમગ્ર ભારતમાં ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરી ઊટ ફ્લીટને ગ્રીન એનર્જી સાથે પાવરિંગ લૂપને પૂર્ણ કરે છે. આ ભાગીદારીથી ભારતમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરને અપનાવવાની ક્ષમતા વધી જશે, કારણ કે ઉત્પાદકો આર્થિક રીતે સદ્ધર બનવા મોટા પાયે વ્યાપારી એપ્લિકેશનો શોધી રહ્યા છે. ઉબેર માટે તે વિશ્ર્વની સૌથી મોટી ઊટ ફ્લીટ ભાગીદારીમાંની એક બની શકે છે.
અદાણી જૂથ આગામી 10 વર્ષમાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં 100 બિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે અને 2027 સુધીમાં 10 ગીગાવોટ સુધીની સૌર ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે. તો ઉબેર 2040 પહેલા શૂન્ય-ઉત્સર્જન ગતિશીલતા પ્લેટફોર્મ બનવાની તેની પ્રતિબદ્ધતાને અનુસરતા ભારત સહિત વિશ્ર્વભરમાં ઊટ વાહનોના કાફલા સાથે ઉતરવાનું વિચારી રહ્યું છે. ઉબેરની ઇકો-ફ્રેન્ડલી ઊટ સેવા (ઉબેર ગ્રીન) દિલ્હીમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.
ઉબર સાથે ભાગીદારીનું પગલું અદાણી ગ્રુપને આગામી દસ વર્ષમાં એનર્જી ટ્રાન્ઝિશન સહિતના ઉદ્યોગોમાં 100 અબજનું રોકાણ કરવાની યોજનામાં મદદરૂપ સાબિત થશે. બસ, કોચ અને ટ્રક જેવા ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોમાં ધરાવતું અદાણી જૂથ આગામી સમયમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. વળી મોટા પાયે ઊટત અપનાવવાથી મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થઈ શકે છે. ડ્રાઈવર ઉદ્યોગસાહસિકો માટે પણ તે રોજગારીનું નવુ પ્લેટફોર્મ પૂરું પાડશે. જેના કારણે ભારતમાં અર્થતંત્રને પણ મોટું પુશ મળશે.
અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં અનેક એરપોર્ટ્સનું સંચાલન કરે છે આવી ભાગીદારી સમર્પિત મોબિલિટી ઝોન સાથે સીમલેસ અનુભવ અને પ્રીમિયમ કેબ સેવાઓ સાથે હવાઈ પ્રવાસીઓ માટે કેબ અનુભવને સંપૂર્ણપણે બદલી શકે છે. અદાણી ગ્રૂપ તેની સુપર એપ અમફક્ષશઘક્ષય સેવાઓના વિસ્તરણ પર કામ કરી રહ્યું છે, ઉબેર સાથેના જોડાણથી તે ઓનલાઈન કેબ બુકિંગ, ફ્લાઇટ્સ, હોટેલ્સ, એરપોર્ટ્સ સહિત એન્ડ-ટુ-એન્ડ સીમલેસ મુસાફરી સેવાઓ પ્રદાન કરી શકે છે.