અદાણી ગ્રુપ દેશનું સૌથી મૂલ્યવાન બિઝનેસ ગ્રુપ બની ગયું છે. આ ગ્રુપનું માર્કેટ કેપ 20.74 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ $260 બિલિયન સુધી પહોંચી ગયું છે.
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વર્લ્ડના નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે. ગૌતમ અદાણી હવે વર્લ્ડના બીજા નંબરના અમીર બન્યાં છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સે જાહેર કરેલી દુનિયાના ટોચના 10 ધનકૂબેરની યાદીમાં ગૌતમ અદાણીને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. ગૌતમ અદાણીએ એમેઝોનના જેફ બેજોસને પછાડીને આ સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ દેશનું સૌથી મૂલ્યવાન બિઝનેસ ગ્રુપ બની ગયું છે. આ ગ્રુપનું માર્કેટ કેપ 20.74 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ $260 બિલિયન સુધી પહોંચી ગયું છે.
- Advertisement -
ટાટા ગ્રુપ અને અંબાણીને પાછળ છોડ્યા
જણાવી દઈએ કે અદાણી ગ્રુપે 154 વર્ષ જૂના ટાટા ગ્રુપને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે. ગઈ કાલે એટલે કે શુક્રવારે બજાર બંધ થયા પછી ટાટા ગ્રુપનું માર્કેટ કેપ રૂપિયા 20.7 લાખ કરોડ હતું અને મુકેશ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપનું માર્કેટ કેપ 17.1 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું અને અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 20.74 લાખ કરોડ રૂપિયા હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ રોકેટની ઝડપે આગળ વધી રહ્યું છે.
ત્રણ વર્ષથી ઓછા સમયમાં અદાણી જૂથની સાત લિસ્ટેડ કંપનીઓએ રોકાણકારોની સંપત્તિમાં 18.7 લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ 234 બિલિયનનો નફો કર્યો છે. વર્ષ 2019ના અંતે આ કંપનીઓની કુલ માર્કેટ કેપ 2 લાખ કરોડ રૂપિયા હતી અને એ પછી દર મહિને આ ગ્રુપએ શેરોલ્ડર પાસેથી 56,700 કરોડ રૂપિયા ઉમેર્યા હતા જો કે આ સમયગાળા દરમિયાન ટાટા ગ્રુપએ 9 લાખ કરોડ અને રિલાયન્સે 7.4 લાખ કરોડ ઉમેર્યા હતા.
1988 માં કરી હતી શરૂઆત
અદાણી જૂથનો બિઝનેસ ટ્રેડિંગ, નેચરલ ગેસ, પાવર જનરેશન, સિમેન્ટ, રિયલ એસ્ટેટ અને ફાઇનાનશીયલ સેવાઓ સુધી ફેલાયેલ છે. અદાણી દ્વારા 1988માં અદાણી એન્ટરપ્રાઇઝની શરૂઆત કરવામાં આવી હતી અને એ સમયે તેનું નામ અદાણી એક્સપોર્ટ્સ હતું. એમને કોમોડિટી ટ્રેડિંગ બિઝનેસથી શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં નિકાસ-આયાત માટે મુન્દ્રા પોર્ટની સ્થાપના કરી હતી. છેલ્લા બે દાયકામાં જ આ ગ્રુપએ નવા નવા બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ, એક્વિઝિશન અને જોઈન્ટ વેન્ચર્સ દ્વારા તેનો બિઝનેસ વિસ્તાર્યો હતો. અદાણી ગ્રુપ એ થર્મલ અને રિન્યુએબલ પાવર જનરેશન પ્રોજેક્ટ્સ સ્થાપિત કર્યા. સાથે જ દેશભરમાં પાવર ટ્રાન્સમિશન લાઇન્સનું નેટવર્ક ઊભું કર્યું અને દેશની બે સૌથી મોટી સિમેન્ટ કંપનીઓનું અધિગ્રહણ કર્યું હતું.
- Advertisement -
155.7 અબજ ડોલર સંપત્તિ સાથે વર્લ્ડના બીજા નંબરના ધનકૂબેર
ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિમાં આજે બપોર સુધીમાં કુલ 5.5 અબજ ડોલરનો વધારો થયો હતો. હવે તે 155.7 અબજ ડોલર સાથે વિશ્વના અબજોપતિ નંબર બે છે. દુનિયાના નંબર વન અમીર તરીકે એલન મસ્ક યથાવત છે જેમની નેટવર્થ 273.5 અબજ ડોલર છે. ગૌતમ અદાણી 155.7 અબજ ડોલર સંપત્તિ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબર એમેઝોનના સીઈઓ જેફ બેજોસ છે. જણાવી દઈએ કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી 92.6 અબજ ડોલર સાથે લિસ્ટમાં આઠમા નંબર પર છે.