આ પ્લાન્ટ માટે સોલાર એનર્જી કોર્પોરેશન સાથે 25 વર્ષ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે
0.39 મિલિયન કાર્બન ઉત્સર્જન ઘટાડતો આ પ્લાન્ટ વાર્ષિક 540 મિલિયન યુનિટ પેદા કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી (RE) કંપનીઓમાંની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ રાજસ્થાનના જેસલમેરમાં દેવીકોટ ખાતે 180 મેગાવોટનો સૌર વીજ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે 25 વર્ષનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થયેલું છે.
180 મેગાવોટનો આ સૌર વીજળી પ્લાન્ટ વાર્ષિક અંદાજે 540 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે 1.1 લાખ ઘરોને વીજળી આપશે અને લગભગ 0.39 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો કરશે. વીજ ઉત્પાદન વધારવા માટે અદ્યતન બાયફેસિયલ સોલાર પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ એક્સિસ સોલાર ટ્રેકર્સ (HSAT)ને મોડ્યુલોની વધુ સારી કાર્યક્ષમતા અને દિવસભર સૂર્યને ટ્રેક કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પાણી વિહીન રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમથી સજ્જ આ પ્લાન્ટ જેસલમેરના વેરાન પ્રદેશમાં જળ સંરક્ષણને સક્ષમ બનાવશે.. સુરક્ષિત ડિજિટલ ક્લાઉડ પ્લેટફોર્મમાંનું એન્કર એનર્જી નેટવર્ક ઑપરેશન સેન્ટર (ENOC) છે, જે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) ની રિન્યુએબલ એનર્જી એસેટ્સનું રીઅલ-ટાઇમ મોનિટરિંગને સક્ષમ કરે છે પરીણામે કાર્યકારી કામગીરીમાં વધારો થાય છે. આ પ્લાન્ટના સફળ કાર્યાન્વયન સાથે AGELનો કાર્યાન્વિત સોલાર પોર્ટફોલિયો વધીને 6,243 ખઠ થયો છે અને કુલ કાર્યરત રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા 9,784 ખઠએ પહોંચી છે જે ભારતમાં સૌથી મોટી છે. ભારતની પુન:પ્રાપ્ય ઊર્જામાં નિર્ણાયક યોગદાન આપવાની કંપનીની ગતિ સતત વેગવંતી બની રહી છે, આ સાથે રાષ્ટ્રના ઊર્જા સુરક્ષા હાંસલ કરવાના ધ્યેયમાં સહયોગી બનવા સાથે ભારતના લો-કાર્બન અર્થતંત્રમાં સંક્રમણને બળ પુરુ પાડે છે.