ઉજવણીમાં 1500 વિધાર્થીઓ, 300 શિક્ષકો અને 200 ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ફાઉન્ડેશનના “ઉત્થાન પ્રોજેક્ટ”ને પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે રવિવાર, તારીખ : 8/10/2023ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ ડાયરેક્ટર એમ.આઈ.જોષી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ ઋગાણી, બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર સમીરભાઈ તથા 2100 વિવિધ ગામોની શાળાના વિદ્યાર્થીઓ, 400થી વધુ આચાર્ય તથા શિક્ષકો અને 200 જેટલા જખઈ સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
શિક્ષણ ક્ષેત્રે પોતાની જવાબદારી સમજીને સહભાગી થવા અદાણી ફાઉન્ડેશનએ પહેલ કરી હતી. જુલાઈ 2018માં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે એમ.ઓ.યુ. કરીને રાષ્ટ્રના ભાવિ સમાન શિક્ષણના આ પવિત્ર કાર્યનો આરંભ ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત મુન્દ્રા તાલુકાની 17 સરકારી પ્રાથમિક શાળાઓથી થયો હતો. 2018માં 7 ગામની 17 શાળાઓમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા શરુ થયેલ ઉત્થાન પ્રોજેક્ટમાં મુન્દ્રા તાલુકાની 69 પ્રાથમિક અને 8 હાઇસ્કૂલના 11000થી વધુ વિદ્યાર્થીઓને ઉત્થાન પ્રોજેક્ટનો લાભ મળી રહ્યો છે. ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળામાં એક-એક શિક્ષક “ઉત્થાન સહાયક” તરીકે કાર્યરત છે.
ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર સંજયભાઇ પરમાર એ જણાવ્યુ કે, કચ્છની શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ પ્રયાસોમાં ઉત્થાનની ભૂમિકા છે. સહ વિશેષ કચ્છના સર્વાંગી વિકાસ માટે અદાણી ફાઉન્ડેશન માટે દિશા સૂચન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ, પરંપરાગત લોક નૃત્ય, રાષ્ટ્રગીત તથા સ્વામી વિવેકાનંદ પર એક પ્રસ્તુતિ અદભૂત રીતે કરવામાં આવી હતી. શિક્ષણ અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા પ્રીતીબેન અદાણીના હ્રદયની ખુબ જ નજીક છે. તેઓ માને છે કે સારા શિક્ષણ થકી જ એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ સંભવ છે.
તેઓ સતત આ પ્રોજેક્ટ સાથે જોડાઈને શાળા અને શિક્ષણને જીવંત ઉર્જાવાન અને સતત કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.