લેન્ડર્સ પાસેથી રૂા. 10,238 કરોડના ધિરાણો અંકે કર્યા: કંપની દ્વારા રૂા. 6,826 કરોડની ઇક્વીટી નાખવા સંકલ્પ
ખાસ-ખબર સંવાદદાતા
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની બુદૌન હરદોઇ રોડ પ્રા. લિ. (ઇઇંછઙક), હરદોઇ ઉનાવ રોડ પ્રા. લિ. (ઇંઞછઙક) અને ઉનાવ પ્રયાગરાજ રોડ પ્રા. લિ.એ ઉત્તરપ્રદેશમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અંતર્ગત ટોલ (ઉઇઋઘઝ) આધારિત 6 લેઇનના (આઠ લેનના વિસ્તરણનો અવકાશ) એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ (ગ્રુપ-ઈંઈં, ઈંઈંઈં ઈંટ) માટે ધિરાણ મેળવવા માટે ફાયનાન્સિઅલ ક્લોઝર પ્રાપ્ત કર્યું છે. આ પ્રોજેક્ટનો ક્ધસેસન સમયગાળો 30 વર્ષ છે.
- Advertisement -
મેરઠને પ્રયાગરાજ સાથે જોડનારો ટોલ (ઉઇઋઘઝ)ના ધોરણે અમલમાં મૂકાયેલો ઉત્તરપ્રદેશનો ગંગા એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ. આ રોડની 594 કિલોમીટર લંબાઈમાંથી બુદૌનથી પ્રયાગરાજ સુધીના 464 કિલોમીટરનું નિર્માણ કરશે, જેમાં એક્સપ્રેસવે પ્રોજેક્ટનો 80% હિસ્સો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ના રોડ બિઝનેસના સીઈઓ કે. પી. મહેશ્ર્વરીએ જણાવ્યું હતું કે, ‘ભારત તેના વિકાસ માટે આવશ્યક માર્ગોના આંતરમાળખાનું વિક્રમી ગતિએ નિર્માણ કરી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં અત્યંત જરૂરી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાના કાર્યમાં સહભાગી થવાનો અમને આનંદ છે.’
ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા મળી દેશના દસ રાજ્યોમાં ફેલાયેલ અસ્ક્યામતનું મૂલ્ય રૂા. 44,000 કરોડે પહોંચ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝનો રોડ પોર્ટફોલિયો 6,400 લેન કિલોમીટર સાથે વધીને 18 પ્રોજેક્ટસ થયો છે. આ પોર્ટફોલિયોમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (ઇંઅખ ), ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (ઝઘઝ) અને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (ઇઘઝ) પ્રકારની સંપત્તિઓનું મિશ્રણ છે.