દેશમાં કોરોના કેસ જ્યાં ઘટી રહ્યા છે, ત્યારે બોલિવૂડમાંથી કોરોના હજી ગયો નથી. હવે તેની ઝપેટમાં એક્ટ્રેસ લારા દત્તા આવી ગઈ છે. તેની સાથે જ BMCએ એક્ટ્રેસનું ઘર પણ સીલ કરી દીધું છે. જો કે, એક્ટ્રેસે હજી સુધી પોતાના કોવિડ પોઝિટિવ હોવાની જાણકારી આપી નથી.
લારા દત્તા કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર આવતા જ BMCએ તરત પગલાં લીધા છે. BMCએ લારાના ઘરની બહાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનું પોસ્ટર લગાવી દીધું છે. તેમજ તેના ઘરને પણ સીલ કરી દીધું છે. રિપોર્ટ્સના અનુસાર, પરિવારમાં લારા જ કોરોનાવાઈરસની ઝપેટમાં આવી છે.
- Advertisement -
બોલીવુડમાં લારા દત્તા COVID-19થી સંક્રમિત થનારી લેટેસ્ટ સેલિબ્રિટી છે. BMCનાઅધિકારીઓએ તેના બાંદ્રા સ્થિત ઘરને સીલ કરી દીધું છે અને તે વિસ્તારને ‘માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન’ તરીકે જાહેર કર્યો છે.
સુત્રોથી મળતી માહિતી મુજબ, લારા દત્તા કોવિડ-19 ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા પછી, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બાંદ્રામાં તેના મકાનની જગ્યા સીલ કરી દીધી છે. અમે તમને જણાવી દઈએ કે, ભૂપતિ પરિવારમાં માત્ર લારા દત્તાને જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.
- Advertisement -
લારા મોટા પડદા પર ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી. લારા દત્તા ટૂંક સમયમાં બીજી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી શકે છે. તેની અગાઉની વેબ સિરીઝમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે જ સમયે, લારા દત્તાએ પોતે OTT પ્લેટફોર્મ પર કામ કરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. લારા દત્તા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણીએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણીએ આ ઈન્ટરવ્યુમાં હવે ફિલ્મો ન મળવાનું દર્દ શેયર કર્યું હતું. તેણીએ ડિજિટલ પ્લેટફોર્મ પર ‘હિચક્સ એન્ડ હૂકઅપ્સ’, ‘સો’ અને ‘કૌન બનેગા શિખરવતી’ સહિતના કેટલાક પ્રોજેક્ટ્સ કર્યા છે.
આ પણ વાંચો : પ્રેગનેન્સી એનાઉન્સમેન્ટ બાદ પહેલી જ વાર સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે જોવા મળી, જુઓ વાયરલ તસવીરો
https://khaskhabarrajkot.com/2022/03/25/sonam-kapoor-first-met-husband-anand-ahuja-after-pregnancy-announcement-see-viral-pics/