દિગ્ગજ અભિનેતા અને સોનાક્ષી સિંહાના પિતા શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ ?
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. જોકે તાજેતરમાં જ અભિનેત્રી પતિ ઝહીર ઇકબાલ સાથે હોસ્પિટલમાંથી બહાર આવતા જોવા મળી હતી. ત્યારથી સોનાક્ષી સિન્હા પ્રેગ્નન્ટ છે કે કેમ તેવી અફવાઓ પણ ફેલાઈ હતી. જોકે હવે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ છે અને સોનાક્ષી તેમને મળવા હોસ્પિટલ ગઈ હતી.
- Advertisement -
આ તરફ હવે જો આપણે રિપોર્ટ્સનું માનીએ તો શત્રુઘ્ન સિંહા સંપૂર્ણ સ્વસ્થ છે અને તે માત્ર રૂટિન ચેકઅપ માટે ગયા હતા. અગાઉ એવી અફવા હતી કે, શત્રુઘ્ન આ લગ્નથી ખુશ નથી અને તે લગ્નમાં પણ હાજરી આપશે નહીં. પરંતુ આ વાતો માત્ર અફવા સાબિત થઈ. શત્રુઘ્ન ન માત્ર લગ્નનો ભાગ હતા પરંતુ તે ખૂબ જ ખુશ પણ દેખાઈ રહ્યા હતા. પરંતુ લગ્ન સમારોહ દરમિયાનની ધમાલને કારણે તેઓ થાકી ગયા હતા અને તેથી તેઓ નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા. તેમની પુત્રી સોનાક્ષી સિંહા પણ પિતાના ખબરઅંતર પૂછવા માટે ત્યાં પહોંચી હતી.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્ન
અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાકે 23 જૂન 2024ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પછી સાંજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ પ્રસંગે સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યો હતો. હની સિંહનો વીડિયો પણ વાયરલ થયો હતો. તે તેના મિત્રના લગ્નમાં પણ ખૂબ એન્જોય કરતો જોવા મળ્યો હતો. લગ્ન દરમિયાન સોનાક્ષી સિંહાએ તેની માતાની 40 વર્ષ જૂની સાડી પહેરી હતી જે પૂનમ સિંહાએ તેના લગ્ન દરમિયાન પહેરી હતી.