ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત છેલ્લા 50 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘કુલી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પરંતુ હવે તેણે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી તેના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપરસ્ટાર રજનીકાંતે એક્ટિંગથી થોડા સમય માટે બ્રેક લીધો છે અને પોતાના કેટલાક નજીકના મિત્રો સાથે હિમાલયની આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા છે.
- Advertisement -
એક્ટિંગથી રજનીકાંતે બ્રેક લીધો
વાસ્તવમાં ગ્લેમરથી દૂર સાદું જીવન જીવતા રજનીકાંતના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આમાંથી એક તસવીરમાં તેઓ રસ્તા કિનારે પતરાળામાં સાદગીથી ભોજન કરતા દેખાઈ રહ્યા છે. શનિવારે રજનીકાંત ઋષિકેશમાં સ્થિત સ્વામી દયાનંદ આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વામી દયાનંદને શ્રદ્ધાંજલિ આપી અને આ દરમિયાન રજનીકાંતે ગંગા નદીના કિનારે ધ્યાન ધર્યું અને ગંગા આરતીમાં પણ ભાગ લીધો.
સાધારણ કપડામાં નજર આવ્યો રજનીકાંત
- Advertisement -
રજનીકાંતની યાત્રાની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેમની સાદગીના પણ વખાણ કરી રહ્યા છે. તસવીરમાં અભિનેતાને સફેદ ધોતી અને કુર્તા પહેરેલો જોઈ શકાય છે. આ તસવીર જોઈને લોકો રજનીકાંતની સાદગીના વખાણ કરી રહ્યા છે.
કઈ ફિલ્મ પર કામ કરી રહ્યા રજનીકાંત?
રજનીકાંત તાજેતરમાં જ દક્ષિણના સુપરસ્ટાર ડાયરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ ‘કુલી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેણે બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી હતી. રજનીકાંત ઉપરાંત આ ફિલ્મમાં નાગાર્જુન, સૌબિન શાહિર, શ્રુતિ હાસન, રચિતા રામ, ઉપેન્દ્ર અને આમિર ખાન પણ હતા.




