-67 વર્ષીય જૂનિયર મહેમુદે બાળ કલાકાર તરીકે ‘નૌદીહાલ’, ‘કટી પતંગ’, ‘હાથી મેરે સાથી’ સહિત અનેક ફિલ્મોમાં કામ કરેલું
જાણીતા અભિનેતા જુનીયર મહેમૂદનું આજે મુંબઈ ખાતે 67 વર્ષની વયે નિધન થયું છે. હિન્દી ફિલ્મોમાં બાળ કલાકારથી કારકિર્દી શરૂ કરનાર જુનિયર મહેમુદનું પેટનું કેન્સર ચોથા તબકકામાં પહોંચી ગયું હતું.
- Advertisement -
તેમણે ઉપચાર પરેલની યાટા મેમોરિયલ હોસ્પિટલમાં ચાલતો હતો પરંતુ કેન્સર સામેના જંગમાં તે આજે હારી ગયા હતા. ‘સાથી’ ‘કારવા’ ‘મેરા નામ જોકર’ સહિત અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અનોખો અભિનય થઈને લોકોને ધ્યાન ખેંચ્યું હતું.
જુનિયર મહેમૂદના નિધનની પુષ્ટિ તેના નજીકના મિત્ર સલામ કાજીએ આપી હતી. જુનિયર મહેમુદ બીમાર હતો ત્યારે તેના સાથી અભિનેતાઓ જિતેન્દ્ર અને સચિને ખબર અંતર પૂછયા હતા અને તેને મદદ કરવાની ઓફર કરી હતી. જોકે જુનિયર મહેમુદના સંતાનોએ આ ઓફરનો ઈનકાર કર્યો હતો.
જુનિયર મહેમુદના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ છે. જુનિયર મહેમૂદનું મુળ નામ નઈમ સૈયદ હતું તેને પેન નેમ જુનિયર મહેમૂદ અભિનેતા મહેમૂદે આપ્યું હતું. તેણે કારકિર્દીની શરૂઆત 1967માં સંજીવકુમારની ફિલ્મ ‘નૌનીહાલ’થી શરૂ કરી હતી. ત્યારે તે માત્ર 11 વર્ષના હતા. ‘બ્રહ્મચારી’, ‘કટીપતંક’, સહિત અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ચમકનાર જૂનિયર મહેમૂદે અનેક ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું હતું.
- Advertisement -