રિંગણા, બેસન, ઈંડા સહિત 16 નવી વસ્તુઓનો યાદીમાં સમાવેશ: ખાદ્યમંત્રી જોશીએ આપી માહિતી
મોંઘવારી પર કાબુ મેળવવાની કોશિશ અંતર્ગત સરકાર હવે 38 જરૂરી વસ્તુઓની કિંમતો પર દરરોજ મોનીટરીંગ કરશે. અત્યાર સુધી સરકાર 22 વસ્તુઓ પર નજર રાખતી. નવી વસ્તુઓમાં રિંગણા, સોજી, બેસન, મેંદો, ઘી જેવી 16 આઈટમ છે.
- Advertisement -
ગુરૂવારે પ્રાઈઝ મોનીટરીંગ મોબાઈલ એપ વર્ઝન 4.0 લોંચ કરતા ખાદ્ય અને ગ્રાહક મામલાના મંત્રી પ્રહલાદ જોશીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કિંમતો પર રોજ નજર રાખવાથી મોંઘવારીને કાબુમાં રાખવામાં મદદ મળશે.
કન્ઝયુમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ કહ્યું છે કે, કન્ઝયુમર્સ પ્રાઈઝ ઈન્ડેકસમાં 38 વસ્તુઓનું વેઈટેજ લગભગ 31 ટકા છે. જયારે ચોખા, ઘઉં, લોટ અને ચણા દાળ સહિત 22 વસ્તુઓનુ વેઈટેજ 26.5 ટકા હતું. તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ વિભાગને કહ્યું હતું કે, વધુ વસ્તુઓની ડેઈલી પ્રાઈઝ મોનીટરીંગ કરવામાં આવે.
દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં 2 ઓગસ્ટથી એનસીસીએફના બાનથી 50 રૂપિયે કિલોના ભાવથી ટમેટા વેંચવામાં આવશે.
- Advertisement -
1998 થી થઈ હતી શરૂઆત
ડેઈલી મોનીટરીંગની શરૂઆત 1998 માં થઈ હતી. ત્યારે આ લિસ્ટમાં ચોખા, ઘઉં, તેલ, સરસવ તેલ, દુધ વગેરે સામેલ કરાયા હતા. જયારે 2008 માં મસુર દાળ, મગ દાળ, અડદ દાળ, 2010 માં સોયા તેલ, સુરજમુખી તેલ, પામ તેલ, ગોળના ભાવ પર પણ નજર રાખવામાં આવી હતી.