ગુમ બાળકોને પરિવાર સાથે મિલન તથા 467 વાહનો ટોઇંગ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમિયાન રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મહેતાની સુચનાથી જૂનાગઢ જિલ્લા પોલીસવડા મેળામાં 3 દિવસમાં કુલ 1448 ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તેની સાથે સાઇબરક્રાઇમ અવરનેશ અને એનડીપીએસ પત્રીકાઓનું મેળામાં વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મેળામાં લાખોની સંખ્યામાં પરિવાર સાથે ભાવિકો પધારતા હોય ત્યારે પરિવારથી વિખુટા પડવા અને ગુમ થવાના બનાવો મામલે પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવીને ભાવિકોની મદદ કરી હતી.
જેમાં વધુ 135 બાળકો પરિવારથી વિખુટા પડતા તેનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ. તેમજ ટ્રાફીકને અચડણરૂપ 138 વાહનોને ટોઇંગ કરી સલામત સ્થળે પાર્ક કર્યા હતા અને કુલ 467 વાનોનું ટોઇંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ મહાશિવરાત્રી પર્વમાં ભવનાથ મેળામાં પોલીસે શાંતિ સલામતી અને સુરક્ષા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. ત્યારે ભાવિકોએ પણ પોલીસની આ કામગીરી બિરદાવી હતી.